તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને લીધે લોકડાઉન અને પછી અનલોક દરમિયાન ઓછી અવરજવરનો ફાયદો ઉપાડતા મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝને ફૂટઓવર બ્રિજ અને ફ્લાયઓવર ઊભા કરવાનું મહત્ત્વપૂર્ણ એન્જિનિયરીંગ કામ પૂરું કર્યું. એમાં 4 નવા ફૂટઓવર બ્રિજ ઊભા કરવામાં આવ્યા અને 5 જૂના પુલ તોડી પાડવામાં આવ્યા. 28 સ્ટેશનો પરના 32 ફૂટઓવર બ્રિજનુંરિપેરીંગ કરવામાં આવ્યું. મધ્ય રેલવેએ કુલ ૪૫ ઠેકાણે કામ પૂરા કર્યા. આમ તો આવા કામ માટે ટ્રાફિક બ્લોક્સ લેવા પડે છે અને અનેક ટ્રેનો પર એની અસર થાય છે. જો કે લોકડાઉનને લીધે ઓછી અવરજવર હોવાથી આ કામ કરવા શક્ય થયા હતા.
આ સમયગાળામાં મધ્ય રેલવેએ કુર્લા-સાયન (સ્વદેશી મિલ), ડોંબીવલી, ઠાકુર્લી અને ટિટવાલા ખાતે 4 નવા ફૂટઓવર બ્રિજ બાંધવાનું કામ કર્યું. વડાલા ખાતે જર્જરિત થયેલા પુલના 2 સ્ટીલ સ્પેન, અંબરનાથ ખાતેના પુલનો 1 સ્પેન, આંબિવલી ખાતે 1 સ્પેન, આટગાવ ખાતે 2 સ્પેન, વાશિંદ રેલવે સ્ટેશન ખાતે 100 વર્ષથી વધુ જૂના પુલના 2 સ્પેન હટાવવામાં આવ્યા છે.
આ પુલોનું રિપેરીંગ થયું
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, સેંડહર્સ્ટ રોડ, ભાયખલા (2), પરેલ, દાદર, સાયન, મુલુંડ (2), થાણે, કિંગ્ઝ સર્કલ (2), પનવેલ (2), ઉલ્હાસનગર, બદલાપુર, ખડવલી, વાશિંદ, આસનગાલ, ઈગતપુરી, ભિવંડી રોડ, કામણ રોડ, ખારબાવ, જુચંદ્ર, નિળજે, દાતીવલી, તળોજા, કળંબોલી, ચૌક અને મોહોપે એમ 28 સ્ટેશનો પર 32 ફૂટઓવર બ્રિજનું કામ મધ્ય રેલવે દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.
ફ્લાયઓવરોનું રિપેરીંગ
ખર્ડી, ઉંબરમાળી, શિલફાટા અને કલ્યાણ ખાતેના બ્રિટિશકાલીન વાલધુની ફ્લાયઓવરના રિપેરીંગનું કામ સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું છે. કલ્યાણના પત્રીપુલ ફ્લાયઓવર માટે ગર્ડર નાખવાનું કામ સફળતાપૂર્વક પાર પડ્યું. અત્યંત વ્યસ્ત રેલવે ટ્રેક પર નવું સ્ટીલનું ઓપન વેબ ગર્ડર નાખવામાં આવ્યો.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.