તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મધ્ય રેલવેએ નેરુલ-બેલાપુર-માટે ઓપન વેબ ગર્ડર્સ લોન્ચ કર્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલ તંત્રનું ઉરણને મુંબઈ સાથે જોડવાની દિશામાં એક મહત્ત્વનું પગલું

મુંબઇમાં મધ્ય રેલવેએ કોવિડ -19 પડકારો હોવા છતાં તાજેતરમાં જસઈ અને જેએનપીટી વચ્ચે 3 કલાકનો બ્લોક લઈને નેરુલ- બેલાપુર- ઉરણ પ્રોજેક્ટ માટે 61 મીટરના બે ખુલ્લા વેબ ગર્ડર લોન્ચ કર્યા હતા. ઉરણને મુંબઈ ઉપનગરીય નેટવર્ક સાથે જોડવાની દિશામાં આ એક મહત્ત્વનું પગલું છે. આ 61 મીટર ઓપન વેબ ગર્ડર સેન્ટ્રલ રેલવે એન્જિનિયરિંગ વર્કશોપ, મનમાડમાં બનાવવામાં આવ્યા હતા અને લોન્ચિંગ સાઇટ પર એસેમ્બલ કરવામાં આવ્યા હતા. દરેક ગર્ડરનું વજન જેમાં ગર્ડર, લિફ્ટિંગ બીમ, હોલ્ડિંગ બ્રેકેટ વગેરે સાથે મળીને 232 મેટ્રિક ટન છે.

પનવેલ- જસઈ- જેએનપીટી લાઈન સાથેની લાઈન ક્રોસિંગને ધ્યાનમાં રાખીને ગર્ડરનું લોન્ચિંગ એક જટિલ કાર્ય હતું. જેએનપીટી ભારે કન્ટેઈનરોના ટ્રાફિકનું સંચાલન કરે છે અને જેએનપીટીથી પનવેલ સુધી સમર્પિત ફ્રેઇટ કોરિડોર લાઈન પણ નિર્માણ હેઠળ છે. આ ગર્ડર 2 ક્રોલર રોડ ક્રેન્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યા હતા. સેન્ટ્રલ રેલવેના અધિકારીના જણાવ્યા અનુસાર ગર્ડર્સને સલામત રીતે ઊંચકવા માટે તેને ખાસ વિકસિત લિફ્ટિંગ ફ્રેમ બનાવવામાં આવી હતી. તેને ઊંચકવા દરમિયાન આ પુલ માટે બનેલા ત્રણ ઇન્કલીનોમીટર દ્વારા રોટેશનલ સ્પીડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ઈન્ક્લીનોમીટરનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. મધ્ય રેલવેના બ્રિજ ઓર્ગેનાઇઝેશન દ્વારા રેલવેનું પોતાનું માળખાકીય પરીક્ષણ એકમ તહેનાત કરવામાં આવ્યું હતું. આ માટે 6 સ્ટેન ગેજ અને બે એક્સિલરોમીટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને લોન્ચિંગ કોઈ પણ તણાવ વિના ખૂબ જ સરળ રીતે કરવામાં આવ્યું હતું.

ડાઉન ટ્રેક વેબ ગર્ડર 3 જુલાઈ, 2021ના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો અને અપ ટ્રેક વેબ ગર્ડર 12 ઓગસ્ટ, 2021ના રોજ જસઈ- જેએનપીટી લાઈન પર ટ્રાફિક અને 03:00 કલાકના પેવર બ્લોક સાથે લોન્ચ કરવામાં આવ્યો. આ લોન્ચ સાથે આ લાઇનના બીજા તબક્કાની પ્રગતિ પ્રગતિને પંથે છે.

અન્ય સમાચારો પણ છે...