ભાસ્કર વિશેષ:શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે સેન્ટર ઓફ એક્સલન્સ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાટા ટ્રસ્ટ્સ અને ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસની પહેલ

ટાટા ટ્રસ્ટ્સ સાથે ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસ (ટીઆઈએસએસ) દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સ ઈન ટીચર એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. ટીઆઈએસએસ મુંબઈ ખાતે આ સ્વતંત્ર કેન્દ્રનું ઉદઘાટન નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનના અધ્યક્ષ સંતોષ કુમાર સારંગી, ટાટા ટ્રસ્ટ્સના સીઈઓ શ્રીનાથ એનની હાજરીમાં કરવામાં આવ્યું હતું. દેશમાં આ અનોખા કેન્દ્રનુ લક્ષ્ય શિક્ષણના એક સૌથી અવગણવામાં આવતાં ક્ષેત્ર શિક્ષક વિકાસમાં પરિવર્તન લાવવા સૂત્રધાર બનવાનું છે. મુખ્યત્વે તે પાંચ ક્ષેત્રમાં કામ કરશે.

શૈક્ષણિક કાર્યક્રમો (લાંબા અને ટૂંકા ગાલાના વ્યાવસાયિક વિકાસ કોર્સ), સંશોધન (ફિલ્ડ એકશન રિસર્ચ, ડિઝાઈન લેબ, ચેર પ્રોગ્રામ્સ અને શૈક્ષણિક પ્રકાશનો), પ્રણાલીનું મજબૂતીકરણ (રાજ્ય, જિલ્લા અને પેટા જિલ્લા સ્તરે શિક્ષણની સરકારી પ્રણાલી), ટેકનોલોજી પ્રેરિત કાર્યક્રમ (કનેક્ટેડ લર્નિંગ પહેલ, શિક્ષણમાં ઈન્ટીગ્રેટેડ ટેકનોલોજી, ઓપન એજ્યુકેશનલ રિસોર્સીસનો વિકાસ, કોમ્યુનિટી ઓફ પ્રેક્ટિસ) અને પુરાવા આધારિત નીતિ હિમાયતી (ગોળમેજ પરિષદો, સંક્ષિપ્ત નીતિઓ, સંશોધન, સંદેશવ્યવહાર ઝુંબેશ)નો સમાવેશ થાય છે.

શિક્ષકો, શાળામાં ભણવાનું વાતાવરણ સુધારીને અને શૈક્ષણિક આગેવાની મજબૂત કરીને વંચિત સમુદાયના બાળકોનાં શૈક્ષણિક પરિણામો સુધારવા પ્રત્યે ટાટા ટ્રસ્ટ્સ વ્યાપક કામ કરી રહી છે, જેના ભાગરૂપ આ પહેલ ગુણવત્તાયુક્ત શિક્ષક વિકાસ પર ઘેરી છાપ પાડવાની છે.શ્રીનાથે જણાવ્યું કે આ પહેલને કારણે શિક્ષણમાં સમાનતા અને ગુણવત્તાની ખાતરી રહેશે.

ટીઆઈએસએસ સાથે અમે દાખલો બેસાડીશું અને ભાવિ તૈયાર નાગરિકોને પોષીને ઉચ્ચ સ્તરનાં પરિણામો હાંસલ કરીશું અને શિક્ષણની ભાવિમાં ડોકિયું કરતી પ્રણાલીને મજબૂત બનાવીશું.ટીઆઈએસએસનાં ડાયરેક્ટર ડો. શાલિની ભરતે જણાવ્યું હતું કે દેશમાં શિક્ષકોના દરજ્જામાં પરિવર્તન લાવવામાં આ કેન્દ્ર મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે.

આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉત્તમ મેન્ટરો દ્વારા શિક્ષકોને આવશ્યક જ્ઞાનથી સમૃદ્ધ કરવામાં આવશે.ડો. પદ્મ એમ સારંગપાનીએ જણાવ્યું હતું કે આ પહેલનું લક્ષ્ય શિક્ષકો માટે શિક્ષણમાં ગુણવત્તાયુક્ત સુધારણા, કારકિર્દી સાથે જોડાયેલા વ્યાવસાયિક વિકાસની પ્રગતિ સાથે તેમની સેવા અન રોજગારની સ્થિતિ સુધારવાની હિમાયત છે.

મેન્ટરશિપ માટે મહત્ત્વાકાંક્ષા
સંતોષ સારંગીએ જણાવ્યું હતું કે શિક્ષકોના શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. શિક્ષકો માટે રાષ્ટ્રીય વ્યાવસાયિક ધોરણો વિકસાવવા, શાળાના સ્તરે મેન્ટરશિપ માટે મહત્ત્વાકાંક્ષા વિકસાવવા સહિતના ઘણા બધા મેન્ડેટ્સ અમારી પાસે છે અને આ અવકાશમાં નામાંકિત ઉદ્યોગ આગેવાનો સાથે સહયોગ લાંબા મજલ મારશે.

અન્ય સમાચારો પણ છે...