તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઈ કોર્ટ:કોરોના વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં કેન્દ્ર નિષ્ફળ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સીમારેખા પર જવાનોને ભેગા કરો છો પણ દુશ્મનના પ્રદેશમાં પ્રવેશતા કેમ નથી

કોરોના વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ નીવડી છે. સર્જિકલ સ્ટ્રાઈક કરવાની જરૂર હોય ત્યારે તમે સીમારેખા પર જવાનોને ભેગા કરો છો પણ દુશ્મનના પ્રદેશમાં પ્રવેશ કરતા નથી. સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તમારી ભૂમિકા હોવી જોઈએ. વહેલી તકે નિર્ણયો લેવા હોય તો અનેક લોકોના જીવ બચી ગયા હોત, એમ કહીને મુંબઈ હાઈ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી.મુંબઈ હાઈ કોર્ટમાં કેન્દ્ર સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને મહાપાલિકાને ઘેર ઘેર જઈને 75 વર્ષથી વધુ ઉંમરના અને પથારીવશ નાગરિકોનું રસીકરણ કરવાની સૂચના આપવાની માગણી કરતી અરજી કરવામાં આવી છે.

ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠ સામે આ સુનાવણી પાર પડી હતી.કોર્ટે આ સમયે મહાપાલિકાના વકીલોને પૂછ્યું કે કેન્દ્ર સરકારે પરવાનગી આપી તો અમે ઘેર ઘેર જઈને રસીકરણ કરવા તૈયાર છીએ એમ તમે કહ્યું હતું. એક વરિષ્ઠ નેતાના ઘરે જઈને રસી આપવામાં આવી અને તે પણ મુંબઈમાં બન્યું તે સંબંધમાં અમારે પૂછવું છે. તે કોણે કર્યું, રાજ્ય કે કેન્દ્ર સરકારે, કોઈએ તો જવાબદારી લેવી જોઈએ. મુંબઈ મહાપાલિકા દેશ માટે મોડેલ છે ત્યારે તમે ઘેર ઘેર જઈને રસીકરણ કરી શકો છો. કેરળે કેન્દ્રની પરવાનગીની વાટ જોઈ હતી કે એવો પ્રશ્ન પણ કોર્ટે પૂછ્યો હતો.

કેરળ જેવી પદ્ધતિ અપનાવવી જોઈએ
અરજદારે આ સમયે કેરળ સરકારે પથારીવશ લોકોના ઘરે જઈને રસીકરણનો નિર્ણય લીધો હોવાની માહિતી આપી હતી. તેની પર કોર્ટે કેરળ અને અન્ય રાજ્યો આ સમસ્યા કઈ પદ્ધતિથી હાથ ધરી રહ્યાં છે. જો તેમાં કોઈ અડચણ નહીં હોય તો અન્ય રાજ્યોમાં તેનું અનુકરણ કરવામાં શું વાંધો છે એવું કોર્ટે પૂછ્યું હતું. રાજ્યોએ આગેવાની લીધે હોવા છતાં કેન્દ્રએ હજુ તેની પર વિચાર કર્યો નથી.આવા લોકો માટે ઘરે જઈને રસીકરણ કરવું તે જ યોગ્ય વિકલ્પ છે. મહાપાલિકાએ તૈયારી બતાવી હોઈ તમારી પરવાનગીની વાટ જોઈ રહી હોવાનું જણાવ્યું છે, એમ કોર્ટે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...