તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:મુલુંડમાં ગચ્છાધિપતિ પદની વર્ષગાંઠની ઉજવણી

મુંબઈ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરિજી મ.સા.નું સ્પિરિચ્યુઅલ સોવરેઈનટી પર પ્રવચન

એક વર્ષ પહેલાં વિશાળ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં 4 ફેબ્રુઆરી, 2020ના શુભ દિવસે બોરીવલી ખાતે જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરિજી મહારાજ (પંડિત મ.સા.)ને ગચ્છાધિપતિ પદ પ્રદાન કરવામાં આવ્યું હતું. ‘જ્યોત’ સંસ્થાના શ્રી લાજેશ ખોનાએ કહ્યું હતું કે ગચ્છાધિપતિશ્રી સંઘ શાસન અને સમાષ્ટિનાં અનેકાનેક યશસ્વી કાર્યો અત્યાર સુધી કરતાં આવ્યાં છે. પદવી પ્રદાન બાદ એવાં કાર્યોમાં વેગપૂર્વક પ્રગતિ જોવામાં આવી હતી, જેમાં ભારતીય ધર્મોની સુરક્ષા અર્થે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાને લખાયેલો ઓપન લેટર, શબરીમાલા કેસમાં ઈન્ટરવેન્શન માટેનું માર્ગદર્શન, કોરોના મહામારી સમયે ધર્મસ્થાનકો ખોલાવવા સંબંધી કાયદાકીય પગલાંમાં માર્ગદર્શન આદિ સંખ્યાબંધ કાર્યોનો સમાવેશ થાય છે.

આજે એક વર્ષ બાદ 21 ફેબ્રુઆરીએ ગચ્છાધિપતિ પદની વાર્ષિક ઉજ્વણી નિમિત્તે વર્ધમાન નગર જૈન સંઘ (મુલુંડ) દ્વારા કાલિદાસ સભાગૃહ, મુલુંડમાં સવારે 8.45થી 11.15 સુધી એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં જૈન સંઘના આગેવાનો ઉપસ્થિત રહીને પૂજ્યશ્રીને શુભકામનાઓ સમર્પિત કરશે તથા પૂજ્યશ્રી પણ ‘સ્પિરિચ્યુઅલ સોવરેઈનટી’ પર પ્રવચન આપશે. સમારોહમાં મહાનુભાવોનું સન્માન પણ કરાશે.

આ પ્રસંગે બોરીવલી નિવાસી મુમુક્ષુરત્ન પ્રકાશભાઈ તથા નયનાબહેનને સજોડે દીક્ષા મુહૂર્ત પ્રદાન કરવામાં આવશે. આ સમારોહમાં ઉપસ્થિત રહેવા દરેક ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો