તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિઘા:લોકલ ટ્રેનના દિવ્યાંગ ડબ્બામાં સીસીટીવી શરૂ કરવામાં આવ્યા

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • હવે દિવ્યાંગ ડબ્બામાં થતી ઘુસણખોરી અને ગુનેગારી રોકવી શક્ય થશે

મુંબઈની લોકલ ટ્રેનના દિવ્યાંગ ડબ્બાઓમાં સીસી ટીવી શરૂ કરવામાં આવ્યા છે. એના લીધે દિવ્યાંગ ડબ્બામાં થતી ઘુસણખોરી રોકવી અને ડબ્બામાંની ગુનેગારી રોકવી શક્ય થશે.એલ્ફિન્સ્ટન પુલ દુર્ઘટનામાં 23 પ્રવાસીઓના મૃત્યુ પછી રેલવેમંત્રી પિયુષ ગોયલે રેલવેના વરિષ્ઠ અધિકારીઓની મેરેથોન બેઠક લીધી હતી. એમાં મુંબઈની લોકલ ટ્રેનોમાં સીસી ટીવી લગાડવાની સૂચના તેમણે આપી હતી. ઈંટિગ્રલ કોચ ફેકટરીમાં તૈયાર કરવામાં આવેલી 3 લોકલ અને સિમેન્સ બનાવટની 1 એમ કુલ 4 લોકલના દિવ્યાંગ ડબ્બામાં સીસી ટીવી લગાડવામાં આવ્યા છે. આ લોકલના તમામ ડબ્બાઓમાં સીસી ટીવી શરૂ કરવામાં આવ્યા છે એમ વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું.

મુંબઈ પોલીસ, રેલવે પોલીસ અને રેલવે સુરક્ષા દળ તથા રેલવે કર્મચારી તેમ જ અન્ય સક્ષમ લોકો દિવ્યાંગ ડબ્બામાં ગેરકાયદે પ્રવાસ કરતા હતા. 2010થી હું સંઘર્ષ કરી રહ્યો છું. ૨૦૧૩માં દિવ્યાંગ આયુક્ત મહારાષ્ટ્ર રાજ્યને ફરિયાદ કરી હતી. મુંબઈ હાઈ કોર્ટમાં 2015માં રિટ અરજી દાખલ કરી. કોર્ટે 25 જાન્યુઆરી 2017ના ચુકાદામાં સંપૂર્ણ લોકલમાં સીસી ટીવી લગાડવાનો આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો