તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દેશમુખ પ્રકરણમાં અહેવાલ લીક કરવા માટે CBIના PSIની ધરપકડ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પીએસઆઈએ દેશમુખને ક્લીન ચિટ આપ્યાનો ખોટો અહેવાલ વાઈરલ કર્યો હતો
  • તપાસમાં અવરોધ ઉભો કરવા બદલ અનિલ દેશમુખના વકીલની ધરપકડઃ દેશમુખના જમાઈની પૂછપરછ કરવામાં અાવી

હપ્તા વસૂલી, મની લોન્ડરિંગના આરોપનો સામનો કરતા રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખનું પ્રકરણ નવા વળાંક લઈ રહ્યું છે. આ પ્રકરણમાં અહેવાલ લીક કરવા પ્રકરણે સીબીઆઈના પીએસઆઈની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત દેશમુખના વકીલની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દેશમુખના જમાઈની પૂછપરછ બાદ છોડી મુકાયો છે.બુધવારે રાત્રે સીબીઆઈની અચાનક કાર્યવાહીને લઈને ભારે હંગામો મચી ગયો હતો. દેશમુખ વિરુદ્ધ પ્રાથમિક તપાસનો અહેવાલ લીક કરવા પ્રકરણે બુધવારે મોડી રાત્રે સીબીઆઈએ તેના જ પીએસઆઈ અભિષેક તિવારીની ધરપકડ કરી હતી.

આ જ પ્રકરણમાં નાગપુરના દેશમુખના વકીલ એડ આનંદ ડાગા અને અન્ય અમુક અજ્ઞાત લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ પ્રકરણમાં સીબીઆઈ દ્વારા અલાહાબાદ અને દિલ્હીમાં પણ અમુક બાબતોની તપાસ કરી રહી છે. ગત શનિવારે 65 પાનાંનો અહેવાલ સોશિયલ મિડિયા પર વાઈરલ કરવામાં આવ્યો હતો. તેમાં દેશમુખને સીબીઆઈએ પ્રાથમિક તપાસમાં ક્લીન ચિટ આપી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ અહેવાલ વાઈરલ થતાં શંકાકુશંકા નિર્માણ થઈ હતી. ખાસ કરીને કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીના નેતાઓએ દેશમુખની બાજુ લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. જોકે બાદમાં સીબીઆઈએ આ અહેવાલ ખોટો હોવાની સ્પષ્ટતા કરી હતી.

આ પ્રકરણમાં ગેરકાયદેસર રીતે અહેવાલ લીક કરવા અને તેમાં ફેરફાર કરવા માટે તિવારી મુખ્ય સૂત્રધાર હોવાનું જણાયું હતું. આથી તેની ધરપકડ કરાઈ હતી, જ્યારે વકીલ અમુક અન્યોની પણ તેમાં સંડોવણી બહાર આવી છે.આથી આ પ્રકરણમાં એડ. ડાગાની પણ હવે ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણમાં બુધવારે રાત્રે દેશમુખના જમાઈ ગૌરવ ચતુર્વેદીને કબજામાં લેવાયો હતો. જોકે તેમની 20 મિનિટ પૂછપરછ કર્યા પછી છોડી મૂકવામાં આવ્યા હતા.

વરલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
ચતુર્વેદીના વરલી ખાતે સુખદા એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી બહાર નીકળતા હતા ત્યારે દસ જણની એક ટીમે કબજામાં લીધા હતા. કોઈ પણ નોટિસ કે પૂર્વસૂચના વિના સીબીઆઈએ આ કાર્યવાહી કરી હોવાનું અને ચતુર્વેદીનું અપહરણ કર્યાની ફરિયાદ દેશમુખના કુટુંબીઓ વરલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવા માટે ગયા હતો. જોકે પોલીસે આવા પ્રકરણમાં ગુનો દાખલ નહીં કરી શકાય એમ સ્પષ્ટ કર્યું હતું. ચતુર્વેદી ડોક્ટર છે. તેઓ જસલોક હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે. સાઈ શિક્ષણ સંસ્થામાં હવાલાથી નાણાં ટ્રાન્સફર અને પ્રાથમિક તપાસનો અહેવાલ લીક કરવા પ્રકરણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...