તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ભ્રષ્ટાચારના આરોપોમાં CBI તપાસ ગેરકાયદેસરઃ દેશમુખ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આતંકી કસાબને પણ કાયદાની જોગવાઈઓનો લાભ મળ્યો હતો

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વતી મુંબઈ હાઈ કોર્ટમાં શુક્રવારે જણાવાયું હતું કે, ભ્રષ્ટાચારના આરોપો અંગે તેમની વિરુદ્ધ ચાલી રહેલી સીબીઆઈ તપાસ ગેરકાયદેસર છે અને કાયદાકીય કાર્યવાહીનો ભંગ છે અને એવી પણ દલીલ કરવામાં આવી કે 26/11ના આતંકી અજમલ કસાબને પણ કાયદાની જોગવાઈઓનો લાભ મળ્યો હતો.

દેશમુખ વતી વરિષ્ઠ એડવોકેટ અમિત દેસાઇએ દલીલ કરતાં જણાવ્યું હતું કે, એપ્રિલમાં હાઈ કોર્ટના આદેશ બાદ સીબીઆઈ તપાસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ સીબીઆઈએ કાર્યવાહી કરવા માટે દેશમુખ તે સમયે ગૃહમંત્રી હોવાથી મહારાષ્ટ્ર સરકાર પાસેથી અગાઉથી જરૂરી મંજૂરી માગી નહોતી. મંજૂરી વગર દેશમુખ સામે ભ્રષ્ટાચાર અને ગેરવર્તનનાં આરોપો પર ગેરકાયદેસર તપાસ કરવામાં આવી હતી. તમે કાયદાની આવશ્યકતાને બાયપાસ કરી શકો છો? રાજ્ય પાસે (મંજૂરી માટે) સંપર્ક કરી શકાયો હોત. તેથી આખી તપાસ ગેરકાયદેસર છે, એમ દેસાઇએ કોર્ટને જણાવ્યું હતું.

આપણે ભાવનાથી છૂટી જઈ શકીએ છીએ, પરંતુ પ્રક્રિયા અને કાયદાના નિયમને બાયપાસ કરી નહીં શકાય. કસાબ જેવી વ્યક્તિને પણ આ દેશમાં કાયદાની જોગવાઈઓનો લાભ મળ્યો. આ દેશમાં દરેકને કાયદાની પ્રક્રિયાનો લાભ મળે છે, એમ દેસાઇએ દલીલમાં જણાવ્યું હતું.ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે કરેલા ભ્રષ્ટાચારના આરોપો બાદ સીબીઆઈ દ્વારા દેશમુખ સામે નોંધાયેલી એફઆઈઆરને પડકારતી અરજીની ન્યાયાધીશ એસ. એસ. શિંદે અને ન્યાયાધીશ એન. એમ. જામદારની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ સુનાવણી ચાલી રહી છે.

આ વર્ષે એપ્રિલમાં, મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તાની આગેવાની હેઠળની ખંડપીઠના આદેશ બાદ રાજ્ય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનારા દેશમુખ વિરુદ્ધ પ્રાથમિક તપાસ કરવા સીબીઆઈને નિર્દેશ આપ્યો હતો. આ તપાસ મુંબઈના મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં વકીલ, જયશ્રી પાટીલ દ્વારા નોંધાયેલી ફરિયાદને આધારે થવાની હતી.

અન્ય સમાચારો પણ છે...