તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લાંચ લેનારા એસપી સહિત ચારની CBI દ્વારા ધરપકડ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • જીએસટી ચોરી કૌભાંડમાં ભીનું સંકેલવા
 • 12 લાખની લાંચની રકમ સાથે 30 લાખ પણ જપ્ત

જીએસટી ચોરીના કેસમાં ભીનું સંકેલવા માટે રૂ. 12 લાખની લાંચ લેવા પ્રકરણે સીબીઆઈ દ્વારા નરીમાન પોઈન્ટ ખાતે એર ઈન્ડિયા ઈમારતમાં સીજીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ (એસપી), ચાર્ટર્ડ અકાઉન્ટ સહિત ચાર જણની છટકું ગોઠવીને ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓએ જીએસટી ચોરીમાં ફરિયાદ નહીં દાખલ કરવા અને ધરપકડ નહીં કરવા માટે રૂ. 15 લાખની લાંચ માગી હતી.

એસપીએ સીએને લાંચ સ્વીકારવા માટે કહ્યું હતું. આ મુજબ સીએનો કર્મચારી રૂ. 7 લાખની લાંચ લેતાં ઝડપાયો હતો, જ્યારે અન્ય સીએચ રૂ. 5 લાખની લેતાં ઝડપાયો હતો. આમ રૂ. 12 લાખની લાંચ લેતાં તેઓ પકડાયા હતા.આ માહિતી મળતાં એસપી મુંબઈમાંથી ભાગી છૂટ્યો હતો, જેને પછી દિલ્હીથી પકડી પાડવામાં આવ્યો હતો.

આરોપીઓના મુંબઈ અને દિલ્હીનાં ઘર અને ઓફિસ સહિત છ સંકુલોમાં દરોડા પાડતાં રૂ. 30 લાખની બિનહિસાબી રોકડ અને માલમતા મળી આવ્યા હતા. આરોપીઓને મુંબઈની સીબીઆઈ વિશેષ કોર્ટમાં હાજર કરાતાં 28 માર્ચ સુધી સીબીઆઈ કસ્ટડી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો