તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનિલ દેશમુખનું પ્રકરણ:દેશમુખ સાથેના અન્યોની પણ તપાસ કરવા CBIને આદેશ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે તપાસનો સીલબંધ અહેવાલ મુંબઈ હાઈકોર્ટને સુપરત કરાશે

રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખનું પ્રકરણ ગંભીર વળાંક લઈ રહ્યું છે. મુંબઈ હાઈ કોર્ટે હવે સીબીઆઈને દેશમુખ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી તપાસનો સીલબંધ અહેવાલ દાખલ કરવા આદેશ આપ્યો છે. સીબીઆઈએ ફક્ત દેશમુખ વિરુદ્ધ તપાસ નહીં કરતાં આમાં સંડાવોયેલા સંબંધિત બધાની તપાસ કરવી જોઈએ, એવી સૂચના પણ કોર્ટે આપી હતી.

આ એફઆઈઆરમાં નોંધ કરેલી અજ્ઞાત વ્યક્તિ કોણ છે, એવો સવાલ પણ કોર્ટે સીબીઆઈને પૂછ્યો હતો. સામાન્ય રીતે ચોરીના ગુનામાં અજ્ઞાત વ્યક્તિ એવી નોંધ કરવામાં આવે છે, પરંતુ અહીં પ્રાથમિક તપાસ કરવામાં આવી છે એવું મહત્ત્વપૂર્ણ નિરીક્ષણ પણ કોર્ટે કર્યું હતું. આ સામે સીબીઆઈ બુધવારે ખુલાસો કરશે. દરમિયાન દેશમુખને ઈડીએ ત્રીજા સમન્સ બજાવ્યા પછી દેશમુખે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે કરેલા જાહેર આરોપોની દખલ લેતાં મુંબઈ હાઈ કોર્ટે સીબીઆઈને તપાસનો આદેશ આપ્યો હતો. સીબીઆઈએ આ પ્રકરણે દેશમુખ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જોકે આ ગુનો રદ કરવા માટે દેશમુખે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ સામે જસ્ટિસ એસ એસ શિંદે અને જસ્ટિસ એન જે જામદારની ખંડપીઠ સામે સુનાવણી ચાલી રહી છે. સીબીઆઈએ હમણાં સુધી આ સંબંધે શું તપાસ કર્યો છે તે અમારે જોવું છે. આથી એક સીલબંધ અહેવાલ સીબીઆઈએ આગામી સુનાવણીમાં દાખલ કરવો અને અમે અહેવાલ જોઈને તુરંત તમને પાછો આપી દઈશું, એમ કોર્ટે જણાવ્યું હતું.

આ પ્રકરણમાં જે પણ વ્યક્તિઓનાં નામ સામે આવે છે તેમની પણ તપાસ સીબીઆઈએ કરવી જોઈએ. તપાસ ફક્ત દેશમુખ પૂરતી જ સીમિત નહીં રાખવી જોઈએ. જે સમિતિએ સચિન વાઝેને ફરીથી સેવામાં લીધો તેની પણ તપાસ કરવી જોઈએ, એવી સૂચના પણ આ સમયે હાઈ કોર્ટે આપી હતી. મુંબઈ હાઈ કોર્ટે આદેશ આપ્યા પછી આ તપાસ શરૂ થઈ છે, જેથી એફઆઈઆરમાં નોંધ પ્રમાણ તપાસ બધા વિરુદ્ધ થવી જોઈએ, એમ પણ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...