તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડર:કિનારપટ્ટીના સાત બંદરો પર શાર્કનાં બચ્ચાં પકડવાનું પ્રમાણ વધી ગયું

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બચ્ચાંઓની માછીમારી થતી રહેશે તો ભવિષ્યમાં આ પ્રજાતિની પેદાશ ધીમી પડશે એવો ડર

કિનારાપટ્ટીના સાત બંદરો પર શાર્ક માછલીના બચ્ચા પકડવાનું પ્રમાણે વધારે હોવાની બાબત પ્રકાશમાં આવી છે. મેનગ્રોવ્ઝ કક્ષ અંતર્ગત મેનગ્રોવ્ઝ ફાઉન્ડેશને સાત મહિના માટે કરેલા પ્રાથમિક અભ્યાસમાંથી આ બાબત પ્રકાશમાં આવી છે. પરિણામે શાર્કની માછીમારી નિયંત્રિત કરવાનું જરૂર વર્તાય છે. મેનગ્રોવ્ઝ ફાઉન્ડેશન તરફથી સાતપાટી, સસૂન ડોક, માઝગાવ, વર્સોવા, અલિબાગ, હર્ણે અને માલવણ એમ સાત ઠેકાણે એપ્રિલ 2019 થી જાન્યુઆરી 2020 વચ્ચે આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ ભલે પ્રાથમિક સ્વરૂપનો છે છતાં એમાંથી શાર્ક માછલીના બચ્ચાઓની માછીમારીનો મુદ્દો સપાટી પર આવ્યો છે.

અભ્યાસ દરમિયાન હર્ણે, સસૂન ડોક, માઝગાવ, માલવણ બંદર બ્લેક ટીપ શાર્ક અને હેમરહેડ શાર્કના બચ્ચાઓ દેખાયા હતા. કુલ 31 પ્રજાતીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમાંથી 18 પ્રજાતીની શાર્કના બચ્ચાઓ વિવિધ બંદરો પર મળ્યા. જન્મેલી શાર્ક માછલીઓમાંથી લગભગ અડધા બચ્ચાઓ જ પ્રોઢ ઉંમર સુધી પહોંચે છે. તેથી આ બચ્ચાઓની માછીમારી થતી રહેશે તો ભવિષ્યમાં આ પ્રજાતીની પેદાશ ધીમી પડશે એવો ડર આ અહેવાલને કારણે વ્યક્ત થાય છે. શાર્ક સંદર્ભે આપણી પાસે અનેક સ્તરે નાનામોટા અભ્યાસ થયા છે. એ જ પ્રમાણે શાર્કના બચ્ચાઓના અભ્યાસને વધુ ઉત્તેજન મળવાની જરૂરિયાત આ નિમિત્તે વર્તાય છે. આ પ્રાથમિક અભ્યાસ મેનગ્રોવ્ઝ ફાઉન્ડેશનના દરિયાઈ જીવશાસ્ત્ર અભ્યાસુ ધનશ્રી બગાડેએ કર્યો છે.

મોટા ભાગની શાર્ક પ્રજાતીની ઈંટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર સંસ્થાના માધ્યમથી વર્ગ મુજબ સંવર્ધન બાબતે જોખમકારક સ્તરના જૂથમાં સમાવેશ થાય છે. આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર અંતર્ગત કામ કરે છે. આ યાદી અનુસાર શાર્કના સંવર્ધન માટે સૌથી વધુ પ્રયત્ન કરવા જરૂરી છે. અત્યારે આ બાબતે આપણે ત્યાં ઝાઝો ઉત્સાહ દેખાતો નથી.

શાર્કફીન મળ્યા
આ નિરીક્ષણ દરમિયાન માલવણ અને સાતપાટી બંદર પર થોડા પ્રમાણમાં શાર્કફીન મળ્યાની નોંધ છે. શાર્કફીનના આગામી વેપાર, પ્રવાસ બાબતે વધુ માહિતી મળી નથી. આઈયુસીએનની યાદીનું સંરક્ષણ મળેલી કેટલીક પ્રજાતીની શાર્કફીનનો એમાં સમાવેશ છે. આવા શાર્કફીનનો સ્ટોક, વેચાણ, આયાત-નિકાસ પર સંપૂર્ણ બંધી મૂકવામાં આવી છે. છતાં અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...