તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વર્સોવામાં વેબ સિરીઝની આડમાં સેક્સ રેકટ પકડાયું, કાસ્ટિંગ ડાયરેક્ટર અને બ્યુટિશિયનની ધરપકડ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

હાલમાં યુટ્યુબ સહિત અનેક ઓટીટી પ્લેટફોર્મ પર વિવિધ વેબ સિરીઝ આવી રહી છે. તેની આડમાં સેક્સ રેકેટ ખુલ્લેઆમ ચલાવાઈ રહ્યું છે. વર્સોવામાં આવું જ એક સેક્સ રેકેટ પકડાયું છે, જેમાં પોલીસે વેબ સિરીઝની કાસ્ટિંગ ડાયરેક્ટર અને બ્યુટિશિયનની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ મોડેલનો છુટકારો કરવામાં આવ્યો છે.ક્રાઈમ બ્રાન્ચની સમાજસેવા શાખાને વર્સોવાની એક હોટેલમાં વેબ સિરીઝની આડમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે એવી માહિતી મળી હતી. આને આધારે ડમી ગ્રાહકને કથિત હોટેલ પર મોકલવામાં આવ્યો હતો. નક્કી થયા મુજબ આરોપી મહિલાએ આ ડમી ગ્રાહક માટે છોકરીઓને બોલાવી હતી.

છોકરીઓ આવતાં જ ડમી ગ્રાહકે બહાર છટકું ગોઠવીને બેઠેલી પોલીસ ટીમને ઈશારો કર્યો હતો, જેને લઈ અચાનક દરોડા પાડીને સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.આ પ્રકરણે વેબ સિરીઝની કાસ્ટિંગ ડાયરેક્ટર અને બ્યુટિશિયન પણ એવી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ મોડેલનો છુટકારો કરવામાં આવ્યો છે. આમાં બે મોડેલ 22 અને 25 વર્ષની છે, જ્યારે એક મોડેલ 35 વર્ષની છે. આ મોડેલોએ પોતાને વેબ સિરીઝમાં કામ અપાવવાને નામે વેશ્યાગમન માટે ધકેલી હોવાની ફરિયાદ કરી હતી, જેને આધારે ગુનો દાખલ કરીને સંબંધિત મહિલા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...