કોરોના અપડેટ:મુંબઈ સહિત રાજ્યમાં કેસ અને મૃત્યુ દરમાં ઘટાડો થયો

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 64,570 એક્ટિવ કેસ છે

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના કેસ અને મૃત્યુ દર અંકુશમાં આવી રહ્યા છે. રાજ્યમાં બુધવારે સાંજે 6 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 5560 નવા કેસ દાખલ થયા હતા, જેની સામે 6944 દર્દીને રજા આપવામાં આવી હતી. આજ સુધી 61,66,620 કોવિડ-19ના દર્દીઓ સંપૂર્ણ સાજા થયા પછી રજા આપવામાં આવી છે. રિકવરી દર 96.82 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં 163 દર્દીનાં મોત થયાં છે, જ્યારે રાજ્યનો મરણાંક 2.1 ટકા થયો છે. આજ સુધી 5,01,16,137 નાગરિકોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 63,69,002 પોઝિટિવ નીકળ્યા છે, જે પ્રમાણ 12.71 ટકા થાય છે. હાલમાં 4,01,366 નાગરિકો હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 2676 નાગરિકો સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાં છે.રાજ્યમાં હાલ 64,570 એક્ટિવ કેસ છે.

પુણેમાં આજ સુધી સૌથી વધુ 18,679 દર્દીનાં મોત થયાં છે, જ્યાં હાલમાં 14,419 કેસ છે. આ પછી મુંબઈમાં 15,968 દર્દીનાં મોત થયાં છે, જ્યાં 4212એક્ટિવ કેસ છે. થાણેમાં 11,092 દર્દીનાં મોત થયાં છે, જ્યાં 5901 એક્ટિવ કેસ છે. નાશિકમાં 8561 મોત થયાં છે, જ્યારે 839 એક્ટિવ કેસ છે. અહમદનગરમાં 6304 જણનાં મોત થયાં છે, જ્યારે 5231 એક્ટિવ કેસ છે.

મુંબઈમાં 24 કલાકમાં 3નાં મોત : દરમિયાન મુંબઈમાં પણ કોરોનાના કેસ અને મૃત્યુ દર નોંધપાત્ર રીતે ઓછાં થયાં છે. સોમવારે સાંજે 6 સુધી છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 285 નવા કેસ નોંધાયા હતા, જ્યારે તેની સામે 372 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.