તપાસ:માજી વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા વિરુદ્ધ બિનહિસાબી સંપત્તિનો કેસ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેતાનાં પત્ની સામે પણ એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો દાખલ કર્યો

ભાજપના મીરા ભાયંદરના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા અને તેમનાં પત્ની સુમન વિરુદ્ધ થાણેના એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા આવકના જ્ઞાત સ્રોત કરતાં વધુ સંપત્તિ ધરાવવાનો ગુનો દાખલ કર્યો છે.

આ પ્રકરણે એસીબી થાણેયુનિટ દ્વારા જ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મહેતા જાન્યુઆરી 2006થી ઓગસ્ટ 2015 દરમિયાન લોકસેવક તરીકે કાર્યરત હતા તે દરમિયાન તેમણે લોકસેવક તરીકે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આવકના જ્ઞાત સ્રોત કરતાં રૂ. 8,25,51,773થી વધુ સંપત્તિ ભેગી કરી હોવાનું જણાયું છે. તેમનાં પત્ની સુમને આ બિનહિસાબી આવક ઉપયોગ કરવામાં મદદ કરી હોવાનો આરોપ છે.

સોમવારે આ અંગે બંને સામે ભ્રષ્ટાચાર પ્રતિબંધ અધિનિયમ 1988ની કલમ 13 (1) (ઈ), 13 (2) સાથે ભારતીય દંડ સંહિતાની કલમ 109 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમ વિભાગના એસપી ડો. પંજાવરાવ ઉગલેએ ગુરુવારે એક યાદી થકી માહિતી આપી હતી. નરેન્દ્ર લાલચંદ મહેતા મીરા ભાયંદર વિધાનસભામાં વિધાનસભ્ય અને મહાપાલિકામાં નગરસેવક તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...