ભૂસંપાદનની પ્રક્રિયા:લોકલના મેઈનટેનન્સ માટે 93 કિમીના અંતરે કારશેડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભવિષ્યની 238 એસી લોકલ ભિવપુરીમા પાર્ક થશે

લોકલ સેવા સરળતાથી ચાલુ રહે એ માટે કારશેડ અને નાઈટ સ્ટેબલિંગ ડેપોમાં લોકલ પાર્કિંગ કર્યા પછી એની તપાસ આંખમાં તેલ રેડીને કરવું પડે છે. મધ્ય રેલવે પાસે અત્યારે કુર્લા, કલવા અને સાનપાડા એમ ત્રણ કારશેડ છે જ્યાં લોકલનું મેઈનટેનન્સ અને રિપેરીંગ કરવામાં આવે છે. મધ્ય રેલવેનું ચોથું કારશેડ કર્જત નજીક ભિવપુરી ખાતે થશે અને એના માટે ભૂસંપાદનની પ્રક્રિયા ચાલુ છે.

ભવિષ્યમાં આવનારી 238 એસી લોકલ પાર્ક કરવા જગ્યા જોતી હોવાથી આ કારશેડ અત્યાધુનિક સુવિધાઓની સજ્જ હશે. મધ્ય રેલવે પાસે અત્યારે 160 થી 164 લોકલ છે જેમાંથી 135 વપરાશમાં હોય છે. આ લોકલને દિવસે અને રાત્રે ઊભી કરવા તથા ભવિષ્યની નવી એસી લોકલ માટે વધુ એક કારશેડની જરૂર છે. પણ વડાલા પોર્ટ ટ્રસ્ટ અને ભિવંડી રોડ ખાતેની જગ્યા આર્થિક અને ટેકનિકલ દષ્ટિએ યોગ્ય ન હોવાથી કર્જતના ભિવપુરી ખાતે 35 હેકટર જમીન પર 2025 સુધી અત્યાધુનિક કારશેડ ઊભું કરવામાં આવશે.

મધ્ય રેલવેની 1810 લોકલને દરરોજ ત્રણ કારશેડ અને રાતના સમયે સ્ટેબલિંગ ડેપોમાં પાર્ક કરીને ચકાસણી કરવામાં આવે છે. આ શેડ્યુલમાં બ્રેક ગિયર અને પ્રવાસીઓને સગવડ આપતા ઉપકરણોની તપાસ કરવામાં આવે છે. દર 60 દિવસના અંતરે તમામ ઉપકરણની ચકાસણી કરવામાં આવે છે. દર આઠ મહિનાના અંતરે બેટરી, લો ટેન્શન જંપર્સ, કપ્લર્સ, સસપેન્શન, વ્હીલ પેરામીટર્સ, રોડ ગેજ વગેરે તપાસવામાં આવે છે. તેમ જ ડબ્બાઓનું ડ્રાય ક્લિનિંગ, મેપિંગ, ટ્રેન ધોવાનું કામ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...