તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:કાર ડિઝાઈનર છાબરિયાની 22 કરોડની છેતરપિંડીમાં ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચેન્નાઈની કંપની પાસે કારના પાર્ટસ મગાવીને પૈસા ચૂકવ્યા નહોતા

કાર ડિઝાઈનર દિલીપ છાબરિયાની હવે રૂ. 22 કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ચેન્નાઈની કંપની પાસેથી છાબરિયાએ રૂ. 22 કરોડના પાર્ટસ મગાવ્યા હતા, પરંતુ પેમેન્ટ કર્યું નહોતું.ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)માં છાબરિયા સામે આ ત્રીજો કેસ છે. ચેન્નાઈની ઓટોમોબાઈલ સ્પેર પાર્ટસ પુરવઠો કરતી કંપનીના ઈન્દરમલ રામાનીની ફરિયાદ પરથી આ નવા કેસમાં છાબરિયાની ધરપકડ કરવામાં આવી છે. છાબરિયાના પરિવારના સભ્યો પણ કેસમાં આરોપી છે.

સ્થાનિક કોર્ટે તેને 5મી ફેબ્રુઆરી સુધી કસ્ટડી આપી છે.છાબરિયાની ડિસેમ્બર 2020માં કાર ફાઈનાન્સ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે ઈન્દરમલ રામાણીએ આરોપ કર્યો છે કે તે છાબરિયાને કારના સ્પેર પાર્ટસ સપ્લાય કરતો હતો, પરંતુ છેલ્લે રૂ. 18 કરોડ ચૂકવ્યા નહોતા. ઉપરાંત છાબરિયાએ વેપારમાં રોકાણ કરવાને નામે પણ રામાની પાસેથી લોન લીધી હતી, જે હવે વ્યાજ સહિત રૂ. 4.12 કરોડ થાય છે, જે મળીને રૂ. 22.12 કરોડ થાય છે.

પોલીસે છાબરિયાની પત્ની ચેરી, પુત્ર બોનિટો, પુત્રવધૂ અનુશ્રી, બહેન કાંચન સામે પણ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. છાબરિયા કારમાં ભવિષ્યલક્ષી કાયાકલ્પ કરવા માટે જાણીતો છે. 29 ડિસેમ્બરે કાર ફાઈનાન્સિંગ અને એક કાર અનેક વાર રજિસ્ટ્રેશન કરવાના કૌભાંડમાં મુંબઈ પોલીસની ક્રિમિનલ ઈન્ટેલિજન્સ યુનિટે તેની ધરપકડ કરી હતી.

આ પછી અભિનેત અને કોમેડિયન કપિલ શર્માએ પણ છાબરિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. છાબરિયાએ કપિલને શાહરુખ જેવી જ વેનિટી વેન બનાવી આપવાને નામે રૂ. 5.7 કરોડ લીધા હતા. જોકે તે આપી નહોતી. આથી 7 જાન્યુઆરીએ કપિલે સીઆઈયુમાં ફરિયાદ નોંધાવી હતી. કપિલે 2017માં વેનિટી વેન બનાવી આપવા છાબરિયાનો સંપર્ક કર્યો હતો. મે 2017 અને 2018માં તેણે આ માટે રૂ. 5.3 કરોડ ચૂકવ્યા હતા. જુલાઈ 2018માં છાબરિયાએ જીએસટી તરીકે વધુ રૂ. 40 લાખ માગ્યા હતા, જે કપિલે ચૂકવી દીધી હતી, પરંતુ છાબરિયાએ વેન ક્યારેય આપી નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો