કાર્યવાહી:એરપોર્ટ પર 60 કરોડના ડ્રગ્સ સાથે કેન્સરની દર્દીની ધરપકડ

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઈલાજનો ખર્ચ ઉપાડવાની લાલચે દાણચોરી

મુંબઈ એરપોર્ટ ખાતે કસ્ટમ્સના અધિકારીઓએ શનિવારે 40 વર્ષીય ઝિંબાબ્વેની રહેવાસી મહિલાની ડ્રગ્સની દાણચોરીનો પ્રયાસ કરવા માટે ધરપકડ કરવામાં આવ હતી. તે રૂ. 60 કરોડનું હેરોઈન અને મેથામ્ફેટામાઈન ભારતમાં લાવી હતી.મહિલા કેન્સરની દર્દી છે અને ગરીબ પરિવારની છે. ડ્રગ કાર્ટેલ દ્વારા તેનો દાણચોરી માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના ઉપચારનો તબીબી ખર્ચ ઉપાડવાની લાલચ બતાવીને તેની પાસેથી ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)ને મળેલી વિશ્વસનીય માહિતીને આધારે વિદેશમાંથી મુંબઈ એરપોર્ટ પર ઊતરતા આફ્રિકન પ્રવાસીઓ પર નજર રાખવામાં આવી હતી. શનિવારે આરોપી મહિલા મુંબઈ પહોંચી ત્યારે તેની પર શંકા ઊપજી હતી.તેણે પોતાનું નામ રોઝી તરીકે બતાવ્યું હતું. તે રુઆંડ એર ફ્લાઈટ ડબ્લ્યુબી- 500 થકી શનિવારે કિગાલી થકી હરારેથી મુંબઈ આવી હકતી. તેની પાસે મેડિકલ વિઝા પણ હતો.

તેના બેગેજનું પરીક્ષણ કરવામાં આવતાં 7006 ગ્રામ પીળો પાઉડર મળી આવ્યો હતો, જેનું પરીક્ષણ કરતાં તે હેરોઈન હોવાનું જણાયું હતું. ઉપરાંત 148દ ગ્રામ સફેદ ક્રિસ્ટલના દાણા મળી આવ્યા હતા, જે હેરોઈન અને મેથામ્ફેટામાઈનનું સંયોજન હતું, એમ એઆઈયુનાં સૂત્રોએ જણાવ્યું હતું.કુલ 8.486 કિગ્રા ડ્રગ્સની કિંમત રૂ. 59 હજાર 40 લાખ અને 20 હજાર છે.

અન્ય સમાચારો પણ છે...