તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સાજા થયેલા દર્દીઓની દવાઓ ભેગી કરીને જરૂરતમંદોને આપવાની ઝુંબેશ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટર દંપતીએ 10 દિવસમાં 10 કિલો દવાઓ ભેગી કરી

કોરોના મહામારીમાં લડવા માટે દરેક જણ પોતપોતાની રીતે શક્ય તે યોગદાન આપી રહ્યા છે. આવા સમયે એક ડોક્ટર દંપતીએ અનોખી પહેલ શરૂ કરી છે. તેમણે કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓ પાસે બચેલી ઉપયોગ નહીં કરેલી દવાઓ ભેગી કરીને તે જરૂરતમંદ દર્દીઓને આપવાનું શરૂ કર્યું છે. મુંબઈના ડોક્ટર દંપતી ડો. માર્કસ રેની અને તેની પત્ની ડો. રૈનાએ 1 મેથી મેડ્સ ફોર મોર નાગરી પહેલ શરૂ કરી, જેમાં તેમણે કોરોનાથી સાજા થયેલા દર્દીઓ પાસેથી ઉપયોગ નહીં કરાયેલી દવાઓ ભેગી કરવાનું શરૂ કર્યું. ડો. માર્કસ કહે છે, અમે 10 દિવસ પૂર્વે આ પહેલ શરૂ કરી. અમે હાઉસિંગ સોસાયટીઓમાં જઈને આ દવાઓ ભેગી કરી અને આ દવાઓ જેમને પરવડતી નહીં હોય તેવા લોકોને આપવાનું શરૂ કર્યું છે.

અમારા એક કર્મચારીના પરિવારના સભ્યને કોરોના લાગુ થયો હતો અને તેને દવાની સખત જરૂર હતી. હાલમાં દવાઓ મોંઘી છે. આ સમયે અમને વિચાર આવ્યો કે કોરોનાથી સાજા થયેલા લોકો પાસેથી ઉપયોગ નહીં કરાયેલી દવાઓ જમા કરીને તે જરૂરતમંદોને દાન કરવી જોઈએ. અમે આસપાસની ઈમારતોમાંથી 7-8 જણને ભેગા કરીને એક ટીમ બનાવી છે અને આ ઝુંબેશ શરૂ કરી, જેને બહુ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, એમ તેઓ કહે છે. અમે ફક્ત 10 દિવસમાં 20 કિલો દવાઓ ભેગી કરી છે, જે કોરોનાથી અસરગ્રસ્ત મૂળભૂત સુવિધાથી વંચિત હોય તેવા ભારતના ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સમયસર ઉપચાર મળે તે માટે પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રમાં આ દવાઓ દાન કરીએ છીએ.

ઈમારતવાસીઓનો ઉત્તમ પ્રતિસાદ
અમારી ઝુંબેશને ઈમારતવાસીઓ દ્વારા ઉત્તમ પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે. લગભગ 100 ઈમારતો અમારી ઝુંબેશમાં જોડાઈ છે અને ઉપયોગ નહીં કરાઈ હોય તેવા દવાઓ મોકલી રહી છે. અમે આઠ જણનીટીમ છીએ અને દેખીતી રીતે જ અલગ અલગ ઈમારતોમાંથી સ્વયંસેવકો પણ મદદે આવ્યા છે. મેડ્સ ફોર મોર ઝુંબેશ હેઠળ અમે એન્ટીબાયોટિક્સ, ફેબીફ્લુ, દર્દશામકો, સ્ટેરોઈડ્સ, ઈનહેલર્સ, વિટામિન્સ, એન્ટાસિડ્સ વગેરે કોરોનાના દર્દીઓના ઉપચારમાં વપરાતી કોઈ પણ પ્રકારની દવાઓ ભેગી કરીએ છીએ. આ વિશે જાગૃતિ વધતાં હવે સ્વયંસેવકો આસપાસમાંથી દવાઓ ભેગી કરીને અમને પહોંચાડી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...