જાહેરાત:મરાઠા અનામત મામલે રાયગડના કિલ્લા પરથી આંદોલનની હાકલ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 16 જૂનના મરાઠાઓ પ્રથમ મોરચો કાઢશે

મરાઠા અનામત પ્રશને રાજ્ય સરકારને 6 જૂન સુધી અલ્ટિમેટમ આપનારા સંસદસભ્ય સંભાજીરાજેએ પોતાની ભૂમિકા જાહેર કરી હતી. માગણીઓ માન્ય નહીં થાય તો 16 જૂનથી આંદોલન કરવામાં આવશે એવી ઘોષણા તેમણે રાયગડના કિલ્લા પરથી કરી હતી. મરાઠા અનામત સુપ્રીમ કોર્ટમાં રદ થયા પછી ભાજપના સંસદસભ્ય સંભાજીરાજેએ આક્રમક ભૂમિકા લીધી છે. 6 જૂન સુધી અનામતના મુદ્દે ઉકેલ ન કાઢ્યો તો સીધા રાયગડ પરથી ઘોષણા કરશું એવો ઈશારો તેમણે આપ્યો હતો. એ મુજબ રવિવારે શિવરાજ્યાભિષેક દિને સંભાજીરાજેએ આંદોલનની ઘોષણા કરી હતી.

અત્યાર સુધી તમે અમારો સંયમ જોયો. હું સંયમી છું. પણ હવે આગળ તમે મારો સંયમ નહીં જુઓ. હું મરાઠા સમાજને ન્યાય અપાવ્યા વિના ચૂપ બેસીશ નહીં. શું થશે તો જોશું. તેથી અમે નક્કી કર્યું છે કે આંદોલન નિશ્ચિત છે એમ જણાવતા છત્રપતિ શાહુ મહારાજની સમાધીસ્થળેથી 16 જૂનના પ્રથમ મોરચો નીકળશે એવો ઈશારો તેમણે આપ્યો હતો. મરાઠા સમાજની માગણીઓ માન્ય નહીં થાય તો મુંબઈથી પુણે લોન્ગ માર્ચ કાઢશું એવો ઈશારો પણ આપ્યો હતો. ત્યાં તમારે લાઠીઓ મારવી હોય તો પહેલી લાઠી સંભાજીરાજેને મારવી પડશે. છત્રપતિના વશંજો પર પહેલી લાઠી મારવી પડશે એમ તેમણે ઉમેર્યું હતું.

પાંચ માગણીઓ પર તત્કાળ કાર્યવાહી કરવી
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરવા માટે સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિએ કેટલીક ભલામણો કરી હતી. મેં પત્રકાર પરિષદ યોજીને જે બાબતો નોંધી હતી એ જ સમિતિએ જણાવી. મેં જણાવેલી પાંચ માગણીઓ પર તત્કાળ કાર્યવાહી કરવી, સમાજને હેરાન કરવો નહીં, એવી હાકલ સંભાજીરાજેએ કરી હતી.

કોણ ખોટું છે એની સાથે કોઈ લેવાદેવા નથી
મારી લડાઈ 70 ટકા ગરીબ મરાઠાઓ માટે છે. આપણા જ લોકો કોણ સાચા અને કોણ ખોટા એવી સ્પર્ધામાં વ્યસ્ત છે. ગયા વખતની સરકારના લોકોએ જણાવ્યું કે અત્યારની સરકારે રજૂઆત બરોબર કરી નથી. અત્યારની સરકાર જણાવે છે કે તમે કાયદો બરોબર ઘડ્યો નથી. હું મોટો કે તુ મોટો એવી રમત ચાલુ છે. અમારી માગણી એક જ છે, અમને ન્યાય આપો. કોણ ખોટું છે એની સાથે અમને કોઈ લેવાદેવા નથી એમ સંભાજીરાજેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...