કાર્યવાહી:500 કરોડના બોગસ ઈન્વોઈસ કેસમાં સીએની ધરપકડ કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કરોડોના નકલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઊપજાવ્યા

માલોની વાસ્તવમાં પ્રાપ્તિ વિના રૂ. 500 કરોડથી વધુનાં બોગસ ઈન્વોઈસના સમાવેશ સાથે રૂ. 92 કરોડ સુધી બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ ઊપજાવવા માટે સીજીએસટીના થાણે (ગ્રામીણ) કમિશનરેટ દ્વારા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ થાણે જિલ્લાના અંબરનાથ ખાતે સ્થિત મેસર્સ શ્રદ્ધા ઈલેક્ટ્રિકલ નામે કંપની નિર્માણ કરવા માટે ગૃહિણીની ઓળખનો ઉપયોગ કર્યો હતો એવું તપાસમાં બહાર આવ્યું છે.આરોપી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સહિતની વ્યક્તિઓનું સમૂહ બોગસ આઈઠીસી ઊપજાવવાના કૌભાંડમાં સંડોવાયેલું છે અને માલોની કોઈ પણ હેરફેર વિના કરોડોની આઈટીસી ઊપજાવી છે.

આરોપીની પૂછપરછમાં તેણે બોગસ આઈટીસી ઊપજાવ્યા હતા અને માલોની કોઈ પણ હેરફેર વિના તેનો લાભ લીધો હતો અને આવું કરીને સીજીએસટી ધારાની કલમ 132ની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે એવી તેની કબૂલાતને લઈને 14 જિસેમ્બરે સીજીએસટી ધારાની કલમ 69 હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને મુંબઈમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાતાં 14 દિવસની ન્યાયિક કસ્ટડી આપવામાં આવી છે.

સીજીએસટી, મુંબઈ ઝોન દ્વારા જીએસટી ચોરી વિરુદ્ધ વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં વિવિધ આઈટીનાં સાધનોથી વ્યાપક પ્રમાણમાં ડેટા શોધવામાં આવી રહ્યો છે અને ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આ કરચોરી પકડાઈછે. આ ઝુંબેશ પાછળનો મૂળ હેતુ ઈમાનદાર અને નિયમોનું પાલન કરતા કરદાતાઓને મદદ કરવાનું છે. બોગસ આઈટીસી દ્વારા ઊપજાવવામાં આવતી અયોગ્ય સ્પર્ધા પર રોક લગાવવાનો અને રાષ્ટ્રની સેવામાં મહત્તમ મહેસૂલી આવક ઊભી કરી આપવાનો છે, એમ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...