નિર્ણય:રેડિયો કોલર લગાડી C-33 દીપડીને જંગલમાં છોડાઈ, C-32 માટે લગાવેલા પિંજરામાં C-33 પકડાઈ હતી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સપ્ટેમ્બર મહિનામાં આરેના રહેવાસીઓ પર સતત હુમલા કરનાર માદા દીપડાને વન વિભાગે તાબામાં લીધા બાદ એની બહેનને એટલે કે સી-33ને રેડિયો કોલર લગાડીને મુક્ત કરવામાં આવી હતી. સી-32 માટે લગાડવામાં આવેલા પિંજરામાં સી-33 પકડાઈ હતી. ગોરેગાવ ખાતે આરે મિલ્ક કોલોનીમાં તાજેતરના સમયમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થતું હોવાથી જંગલ વિસ્તારમાં ઘટાડો થયો છે. પરિણામે અસ્વચ્છતા ફેલાવાથી કૂતરાઓની સંખ્યા વધી છે. આ કૂતરાઓ દીપડાઓ માટે સહેલાઈથી ઉપલબ્ધ ભોજન હોવાથી કૂતરાઓની શોધમાં દીપડાઓ માનવ વસતિમાં પ્રવેશે છે. એટલે જ આરે કોલોનીમાં માનવ અને દીપડા વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે.

સપ્ટેમ્બર મહિનામાં સી-32 માદા દીપડાએ આરેના રહેવાસીઓ પર મોટા પ્રમાણમાં હુમલા કર્યા હતા. એને પકડવા માટે વન વિભાગે ઠેકઠેકાણે પિંજરા લગાડ્યા હતા. એમાં 1 ઓકટોબરના સી-33 માદા દીપડો પકડાયો હતો. જોકે એના શરીરની છાપનો અભ્યાસ કરતા એ શંકાસ્પદ દીપડાની બહેન હોવાનું ધ્યાનમાં આવ્યું. તેથી સી-33ને નેશનલ પાર્ક રેસ્ક્યૂ સેંટરમાં રાખવામાં આવી. 3 નવેમ્બરના સી-32 માદા દીપડો પિંજરામાં પકડાયો. એ પછી સી-33ને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મુક્ત કરતા સમયે એને રેડિયો કોલર લગાડવામાં આવ્યું. એની હિલચાલનું નિરીક્ષણ વન વિભાગ અને વન્યજીવ સંવર્ધન સોસાયટી કરે છે.

અન્ય સમાચારો પણ છે...