તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પેટાચૂંટણીઓ નિયોજન પ્રમાણે જ થશેઃ રાજ્ય ચૂંટણી પંચની ઘોષણા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ, ભુજબળ, વડેવટ્ટીવાર, ઓબીસી નેતાઓએ વિરોધ દર્શાવ્યો છે

કોરોનાનું વધતું જોખમ ધ્યાનમાં રાખીને જિલ્લા પરિષદ અને ગ્રામ પંચાયત સમિતિઓની પેટાચૂંટણીઓ આગળ ઠેલવાની વિનંતી રાજ્ય સરકારે કરી છે પણ ચૂંટણી પંચે એ માન્ય રાખી નથી. આ ચૂંટણીઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર થઈ રહી હોવાથી એમાં ફેરફાર કરવામાં આવશે નહીં એમ રાજ્યના ચૂંટણી કમિશનર યુ.પી.એસ.મદાને સ્પષ્ટ કર્યું હતું. અનામતની 50 ટકા મર્યાદાનું ઉલ્લંઘન થતું હોવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે છ જિલ્લા પરિષદોની 200 કરતા વધુ અન્ય બેકવર્ડ ક્લાસ ઘટકમાંથી ચૂંટાઈ આવેલાનું સભ્યપદ રદ કર્યું.

તેમ જ આ સીટો ઓપન ક્લાસમાંથી ભરવા માટે બે અઠવાડિયામાં પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવો એવો નિર્દેશ આપ્યો હતો. અન્ય પછાતવર્ગ ઘટકોની અનામત રદ થઈને આ સીટો જાહેર વર્ગમાંથી ભરવામાં આવવાની હોવાથી ઓબીસી નેતાએ તેમજ સમાજમાં પ્રતિક્રિયાઓ ઉમટી હતી. ભાજપે આંદોલનનો ઈશારો આપ્યો છે. છગન ભુજબળ, વિજય વડેવટ્ટીવાર વગેરે મંત્રીઓએ આક્રમક ભૂમિકા લીધી છે.

આ પાર્શ્વભૂમિ પર કોરોનાનું વધતું જોખમ, ડેલ્ટા પ્લસ વેરિયેન્ટનું જોખમ, તકેદારી રાખવાની કેન્દ્રની સૂચનાના આધારે પેટાચૂંટણીઓનો કાર્યક્રમ આગળ ઠેલવાની વિનંતી રાજ્ય ચૂંટણી આયોગને કરવાનો નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. એ અનુસાર મુખ્ય સચિવ સીતારામ કુંટેએ રાજ્ય ચૂંટણી આયોગને પત્ર લખ્યો હતો.

પેટાચૂંટણીનો કાર્યક્રમ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર : પેટાચૂંટણીનો કાર્યક્રમ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જાહેર થયો છે. પેટાચૂંટણીઓ આગળ ઠેલવાની માગણી કરનાર રાજ્ય સરકારનો પત્ર મળ્યો છે છતાં આ પેટાચૂંટણીઓ હવે આગળ ઠેલી શકાશે નહીં એમ રાજ્ય ચૂંટણી આયુક્ત યુ.પી.એસ.મદાને સ્પષ્ટ કર્યું હતું.

સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ
પેટાચૂંટણીઓ ઠેલવાની માગણી કરવા માટે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવી પડશે એવો નિષ્ણાતોનો મત છે કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ચૂંટણી પંચે આ પેટાચૂંટણીઓ જાહેર કરી છે. તેથી રાજ્ય ચૂંટણી આયોગ પોતે નિર્ણય લઈ શકે એમ નથી એમ જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...