તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઈકોર્ટનો ચુકાદો:સાંસદનું જાતિ પ્રમાણપત્ર રદ કરીને રૂ. 2 લાખનો દંડ

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવસેનાની અરજી પર હાઈ કોર્ટનો ચુકાદો

અમરાવતીનાં સાંસદ નવનીત રાણાને મુંબઈ હાઈ કોર્ટે જોરદાર આંચકો આપ્યો છે. નવનીત રાણાએ રજૂ કરેલું જાતિ પ્રમાણત્ર ખોટું હોવાનું સામે આવ્યું છે. આથી હાઈ કોર્ટે આ પ્રમાણપત્ર રદ કર્યું છે. ઉપરાંત રાણાને રૂ. 2 લાખનો દંડ પણ ફટકાર્યો છે.

રાણાનું જાતિ વૈધતા પ્રમાણપત્ર ખોટું હોવાની બાબતમાં શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસુળે હાઈ કોર્ટમાં અરજી કરી હતી, જે દાવા પર મંગળવારે હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટે આ એકંદર પ્રકરણ ધ્યાનમાં લેતાં આ ગોટાળો છે એવી નોંધ કરીને પ્રમાણપત્ર રદ કરીને સાંસદને રૂ. 2 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. આ જ રીતે ખોટું જાતિ પ્રમાણપત્ર 6 અઠવાડિયાની અંદર સરકાર પાસે જમા કરાવવાના નિર્દેશ આપ્યા છે.

આનંદરાવ અડસુળ વતી એડવોકેટ સી એમ કોરડે, એડવોકેટ પ્રમોદ પાટીલ અને એડવોકેટ સચિન થોરાતે બાજુ રજૂ કરી હતી. જાતિ પ્રમાણપત્ર રદ થવાથી નવનીત રાણા માટે મોટો આંચકો માનવામાં આવે છે. આથી તેમનું સાંસદપદ જોખમમાં આવવાની શક્યતા છે. આથી હવે રાણા શું કરે છે તે જોવાની સૌને ઉત્સુકતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...