મિત્રો ઘાતકી બન્યા:મિત્રને બ્લેકમેઈલ કરીને અન્ય મિત્રોએ 25.17 લાખ પડાવ્યા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાને જાણ થયા પછી ફરિયાદ નોંધાવતાં ખંડણીખોર મિત્રોની ધરપકડ

અંધેરીમાં પૈસા માટે મિત્રો ઘાતકી બન્યા હતા. મિત્રોએ કિશોરને બ્લેકમેઈલ કરીને રૂ. 25.17 લાખ ઘરમાંથી જ ચોરી કરવાની ફરજ પાડી હતી. જોકે મામલો વકરતાં પિતાને જાણ કરી હતી. પિતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારે જહેમતથી બે કિશોર મિત્રોની ધરપકડ કરી છે. આરોપીને હર્ષ કુમાર કામત (18) અને અર્ષદ અસ્લમ શેખ (19) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે.

આરોપીઓ પાસેથી રૂ. 13.10 લાખની માલમતા જપ્ત કરવામાં આવી છે. પીડિતના પિતા જિવારત્નમ શાંતારામ રાવ (47) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર હર્ષે પોતાની દાદી બીમાર છે એવું કહીને મિત્ર પાસે રૂ. 25,000ની મદદ માગી હતી. પીડિતે ઘરમાં નહીં કહેતાં ઘરમાં ખર્ચ માટે મૂકેલા પૈસામાંથી હર્ષને આપ્યા હતા. થોડા દિવસ પછી હર્ષે ફરીથી પૈસા માગ્યા હતા. આ વખતે ના પાડતાં તેં ઘરમાંથી પૈસા ચોરી કર્યા છે તે વાત તારા પરિવારજનોને કહી દઈશ એવી ધમકી આપી હતી. ઉપરાંત હર્ષે અર્ષદને પણ સાથે જોડ્યો અને પોલીસ ફરિયાદની ધમકી આપીને પૈસા અને દાગીના કઢાવવાનું શરૂ કર્યું. વાત વકરતાં હર્ષે પિતાને જાણ કરી હતી.

પિતાએ ફરિયાદ નોંધાવતાં ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. આરોપીઓ ઈનોવા કારથી વસઈ ભાગી ગયો હતો, જ્યાંથી એમઆઈડીસીમાં આવ્યો હતો, જ્યાંથી તેમની ધરપકડ કરાઈ હતી. હર્ષે કોરોનાકાળમાં મહાપાલિકા પાસેથી મહાપાલિકા પાસેથી પીપીઈ કિટ, સેનિટાઈઝર, માસ્ક કોરોના સેન્ટર પુરવઠા કરવાના કોન્ટ્રાક્ટ મળ્યા છે એવું કહીને પાંચ જણ પાસેથી રૂ. 29.96 લાખ પડાવી લીધા હતા.

હર્ષને મિત્રો સાથે ઐશઆરામનું જીવન જીવવાની આદત છે. ઠગાઈના પૈસાથી તે મિત્રોને લોનાવાલા, જમ્મુ- કાશ્મીર ખાતે ફરવા લઈ જતો. સાકીનાકાની અંબર હોટેલમાં તે દોઢ મહિના રોકાયો હતો. મિત્રો માટે ત્રણ આઈફોન ખરીદી આપ્યા હતા. બે ટુવ્હીલર પણ ખરીદી આપી હતી. નાનપણથી જ તે આવી હરકતો કરતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...