તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બસમાં ચોરી કેસમાંઃ MP- રાજસ્થાનથી 7ની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાતેય વિરુદ્ધ મુંબઈ- ગુજરાતમાં અનેક ગુના

સોનાના વેપારીના રૂ. 46.50 લાખના દાગીના ઝવેરી બજારમાં પહોંચાડવા માટે બસમાં જઈ રહેલા કર્મચારીનું ધ્યાન વિચલિત કરીને ભાગી ગયેલા આરોપીઓને અંધેરી પોલીસે ઝડપી લીધા છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી ઝડપાયેલા આ આરોપીઓને માથે મુંબઈ અને ગુજરાતમાં આવા અનેક ગંભીર ગુનાઓની નોંધ હોવાનું બહાર આવ્યું છે.દહિસર પૂર્વ પટેલ ઈન્ડસ્ટ્રીઝમાં સોનાના વેપારી પાસે કામ કરતા મધુકર કાવિનકર (44)ને ઝવેરી બજારમાં રૂ. 46.50 લાખનો માલ પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ટ્રેનમાં પ્રવાસની છૂટ નહીં હોવાથી તે બસમાં હતો.

બેગમાં નક્શીકામ કરેલી સોનાની 77 નંગ બંગડી હતી. બસ ગુંદવલી બસ સ્ટોપ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અંધેરી પૂર્વ ખાતે આવતાં ત્રણ આરોપી મધુકર આસપાસ ઊભા રહી ગયા હતા. ગિરદીનો લાભ લેતાં લેધરની બેગ ખેંચીને ભાગી ગયા હતા. મધુકરે પીછો કર્યો, પરંતુ નીચે ઊભેલા આરોપીના બે સાગરીતોએ ચોર વિરુદ્ધ દિશામાં ભાગી ગયો હોવાનો ઈશારો કરીને ગેરમાર્ગે દોર્યો હતો. ત્યાં સુધી આરોપીઓ છૂ થઈ ગયા હતા.

આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. પાંચ આરોપીઓને મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર સીમાના ટોલ નાકા પરથી ઝડપી લીધા હતા. તેમણે દાગીના રાજસ્થાનના જાલોરમાં વેચ્યા હોવાનું જણાવતાં ત્યાં જઈને બે આરોપીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી કુલ રૂ. 24,28,338 લાખના દાગીના જપ્ત કરાયા હતા.

આ પ્રકરણમાં મહેન્દ્ર મોરે (45), મનોજ મેઢે (33), મુખ્ય આરોપી આમિન મહંમદ શેખ (49), શશીકાંત કોલવાલકર (63), વિજયકુમાર ગુપ્તા, રાજસ્થાનથી મનીષ દેવીલાલ દરજી (34), શૈતાનસિંહ રાજપૂત (38)નો સમાવેશ થાય છે. ડીસીપી ડો. મહેશ્વર રેડ્ડી, એસીપી મુકુંદ પવાર, સિનિયર પીઆઈ વિજય બેળગેના માર્ગદર્શનમાં પિસાળ, પગાર, સંખે, લાડ, ઘરત બર્ગે, વિશાલ પિસાળ, જાધવ, બાબર, કાપસે, સોનજે, રાઠોડ, ચવ્હાણ, મોરે, પ્રવીણ જાધવ, પાટીલે આ મહત્ત્વપૂર્ણ કામગીરી પાર પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...