તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બુલેટ ટ્રેનના બીકેસી સ્ટેશનની જગ્યાની મડાગાંઠ હજી અકબંધ, સ્ટેશન ઊભું કરવા માટેની ટેંડર પ્રક્રિયા ઘોંચમાં મુકાય એવા સંકેત

મુંબઇ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજકીય સંઘર્ષના કારણે સતત ચર્ચામાં રહેતો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પનો શરૂઆતનો બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ સ્ટેશનની જગ્યાની મડાગાંઠ હજી ઉકેલાઈ નથી. તેથી ત્યાં સ્ટેશન ઊભું કરવા માટે અમલમાં મૂકાનારી ટેંડર પ્રક્રિયા ઘોંચમાં મૂકાય એવા ચિહ્ન છે.

બુલેટ ટ્રેન પ્રકલ્પ 2023 સુધી પૂરો કરવાનું ઉદ્દેશ છે. પણ મહારાષ્ટ્રમાં આ પ્રકલ્પ માટે ભૂસંપાદનનો પ્રશ્ન હજી યથાવત છે. આ પ્રકલ્પ માટે અત્યાર સુધી ગુજરાતમાં 94 ટકા, દાદરા-નગરહવેલીમાં 100 ટકા ભૂસંપાદન થયું છે. મહારાષ્ટ્રમાં હજી ભૂસંપાદનની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલુ છે. અત્યાર સુધી પાલઘરમાં 13 ટકા અને થાણે જિલ્લામાં 44 ટકા એમ સરેરાશ 23 ટકા ભૂસંપાદન થયું છે. હવે પ્રકલ્પની શરૂઆતનું સ્ટેશન બીકેસીની જગ્યા બાબતે પણ વિવાદ ઊભો થયો છે.

આ સ્ટેશન અંડરગ્રાઉન્ડ થવાનું છે. એના માટે બોગદાનું કામ, સ્ટેશનની ઈમારત, ટેકનિકલ કામ કરવામાં આવશે. સ્ટેશન ઊભું કરવા માટે 19 ફેબ્રુઆરી 2021ના ટેંડર ખોલવામાં આવશે. પણ ટેંડર ખોલવા કે નહીં એ બાબતે હજી નિર્ણય થયો નથી. કોમ્પ્લેક્સમાં એક નામાંકિત કંપનીનું પેટ્રોલપંપ છે અને એના સ્થળાંતરનો પ્રશ્ન છે. ઉપરાંત જે ઠેકાણે સ્ટેશન ઊભું કરવાનું છે એ પરિસરમાં કોરોના કેન્દ્ર પણ છે. જગ્યાનો આ પ્રશ્ન હજી ઉકેલાયો ન હોવાથી એ પહેલાં જ ટેંડર ખોલવાનું યોગ્ય નથી એવો મત વ્યક્ત થઈ રહ્યો છે. આ સંદર્ભે નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશનના વ્યવસ્થાપકીય સંચાલક અચલ ખરેએ જણાવ્યું કે જગ્યાની મડાગાંઠ ઉકેલાઈ નથી. તેથી ટેંડર પ્રક્રિયા આગળ ઠેલવાનો વિચાર થઈ રહ્યો છે. આ બાબતે બેત્રણ દિવસમાં નિર્ણય થશે.

પ્રકલ્પની હાલની સ્થિતિ
મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પને ઉતેજન આપવા માટે આ વખતના કેન્દ્રિય બજેટમાં રૂ. 7897 કરોડ રૂપિયાની આર્થિક મદદ મળી છે. ગયા વર્ષે રૂ. 5000 કરોડ મળ્યા હતા. પ્રકલ્પના કામને ગુજરાતમાં ઝડપ મળી રહી છે. ભૂસંપાદનની મોટી અડચણ મહારાષ્ટ્રમાં જ છે. ગુજરાતમાં 16 મોટા પુલ, દાદરા-નગરહવેલીમાં એક પુલ અને મહારાષ્ટ્રમાં 11 પુલ બાંધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો