કેન્દ્ર સરકાર મુંબઈમાં બુલેટ ટ્રેન લાવવા માગે છે. જોકે તમારામાંથી કેટલા લોકોને બુલેટ ટ્રેન જોઈએ છે? આપણામાંથી કેટલા લોકો બુલેટ ટ્રેનથી અમદાવાદ જવાના છે. મુંબઈ મહારાષ્ટ્રથી તોડવાનો આ દાવ છે, એવો ગંભીર આરોપ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે બીકેસીના મેદાનમાં આયોજિત સભામાં કર્યો હતો.ફડણવીસે 1 મેની મુંબઈની સભામાં કહ્યું કે અમે મુંબઈને સ્વતંત્ર કરીશું. તમારી 1760 પેઢીઓ આવે તો પણ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ નહીં કરી શકશો. મુંબઈ મરાઠી માણસોએ લોહી રેડીને મેળવી છે.
તે તાસક પર મળી નથી. આથી હું ફરી એક વાર કહું છું કે બચતા ભરશો તો ટુકડા ટુકડા કરી નાખીશું.ફડણવીસે અમારું હિંદુત્વ ગધાધારી છે એવી ટીકા કરી. હા, અઢી વર્ષ પૂર્વે શિવસેના ભાજપ સાથે હતી ત્યારે અમે ગધાધારી હતા. અમારી સાથે તે સમયે ઘોડાના રૂપમાં ગધેડા હતા. આ ગધેડા અમને લાત મારશે એવું ધ્યાનમાં આવતાં અમે જ તેમને લાત મારીને બહાર નીકળી ગયા, એમ તેમણે જણાવ્યું હતું.
રાજ ઠાકરે એટલે કેમિકલ લોચા : અમુક લોકોને બાળાસાહેબ ઠાકરે છું એવું લાગે છે. રાજ ઠાકરે હવે હિંદુત્વની શાલ પહેરીને બેઠા છે. રાજ ઠાકરે કેમિકલ લોચાની કેસ છે. ક્યારેય મરાઠી તો ક્યારેય હિંદુત્વને રવાડે ચઢે છે. તેમણે ક્યારેય જનતાનાં કામો કર્યાં છે? એમ તેમણે જણાવ્યું હતું. આજે તેમને હિંદુત્વનો ખોટો અભરખો જાગ્યો છે.
હિંદુત્વ, લાઉડસ્પીકર ભાજપની ટીમો
હનુમાન ચાલીસા, લાઉડસ્પીકરનો મુદ્દો, બાબરી પ્રકરણમાં સહભાગ, મોંઘવારી અને ભાજપ સાથે યુતિમાં સડી ગયા એમ કહીને ભાજપ અને મનસેના જોરદાર ટીકા કરી હતી. ટોપીમાં હિંદુત્વ હોતું નથી ટોપીની નીચે હોય છે. ભગવી ટોપી પહેરીને હિંદુત્વ દેખાતું નથી. ભાજપના લોકો મનોરોગી છે. જેમની પર વિશ્વાસ રાખ્યો તેમણે વાળથી ગળું કાપ્યું એમ તેમણે ભાજપને આડે હાથ લેતાં જણાવ્યું હતું.હનુમાન ચાલીસાના મુદ્દા પરથી અને મસ્જિદ પર લાઉડસ્પીકરના પ્રકરણ પરથી તેમણે રાજ ઠાકરે અને રાણા દંપતીની ટીકા કરી છે. આ બધા તો ભાજપની એ, બી, સી ટીમ છે. કાશ્મીરી પંડિતોને સંરક્ષણ નથી અને ટિનપાટિયાઓને ઝેડ સિક્યુરિટી આપવામાં આવે છે એમ કહીને તેમણે રાજ ઠાકરે અને ભાજપની ટીકા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.