તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મીરા રોડ ખાતે લોકડાઉનમાં પણ ચાલતા ડાન્સ બાર પર બુલડોઝર

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 મેએ દરોડામાં બારના ભોંયરામાંથી 6 યુવતીઓ, 1 કિન્નર પકડાયાં હતાં

મીરા રોડ પૂર્વમાં નેશનલ હાઈવે પાસે આવેલા માનસી ડાન્સ બારને શુક્રવારે સવારે 11.30 વાગ્યે સંપૂર્ણપણે તોડી નાખવામાં આવ્યો હતો. મીરા- ભાયંદર મહાપાલિકા કમિશનર દિલીપ ઢોલેના આદેશથી અતિક્રમણ વિભાગના ડેપ્યુટી કમિશનર અજિત મુઠેના માર્ગદર્શન હેઠળ તોડકામ વિભાગની ટુકડીએ આ કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કાશીમીરાના સિનિયર પીઆઈ સંજય હજારેએ 3 મે શનિવારે પરોઢિયે 3 વાગ્યે માનસી ઓર્કેસ્ટ્રા બાર પર કાર્યવાહી કરી હતી. હજારેને ગુપ્ત માહિતી મળી હતી કે સંચારબંધીના નિયમોની અવગણના કરીને વીઆઇપી ગ્રાહકો માટે બાર બાળાઓ પાસે નૃત્ય કરાવવામાં આવે છે.

આ પછી બાર પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 6 યુવતીઓ અને 1 કિન્નર મળી આવ્યાં હતાં. આ સમયે 13 ગ્રાહકો સાથે બારના 8 સંચાલકો, મેનેજર, વેઈટર સહિત કુલ 21 જણને અટકાયતમાં લીધા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન યુવતીઓ અને કિન્નરને બારની અંદર બનાવવામાં આવેલા છૂપા ભોંયરામાં છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ભોંયરાને તોડીને પોલીસે યુવતીઓને મુક્ત કરી હતી. આ કાર્યવાહી બાદ હજારેએ મહાપાલિકા કમિશનર ઢોલેને એક પત્ર લખીને માગણી કરી હતી કે આ સમયમાં બાંધવામાં આવેલા ગેરકાયદેસર ભોંયરાઓ તોડવામાં આવે. આ વિસ્તારમાં બાંધવામાં આવેલાં ગેરકાયદે બાંધકામો પર અતિક્રમણના ડેપ્યુટી કમિશનર અજિત મુઠે સતત કડક કાર્યવાહી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...