• Gujarati News
  • Local
  • Mumbai
  • Builders Active In Bringing Car And Plane Tickets For Workers Who Have Left Mumbai, Workers Who Have Traveled Hundreds Of Kilometers On Foot

સુવિધા:મુંબઈ છોડીને ગયેલા શ્રમિકોને લાવવા કાર અને વિમાનની ટિકિટ, સેંકડો કિલોમીટર પગપાળા જનારા શ્રમિકોને લાવવા બિલ્ડરો સક્રિય

મુંબઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનના સમયમાં સેંકડો કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરીને જનારા અને ટ્રેનથી પોતાના ગામ જનારા શ્રમિકોને પાછા બોલાવવા બિલ્ડરો સક્રિય થયા છે. પગપાળા અથવા ટ્રેનથી ગયેલા આ શ્રમિકોને પાછા લાવવા માટે કાર મોકલવામાં આવી રહી છે. કેટલાક બિલ્ડરોએ શ્રમિકો માટે વિમાનની ટિકિટ બુક કરી છે. તેથી કેટલાક દિવસ પહેલાં ખાવા માટે વલખા મારતા શ્રમિકોને આશ્ચર્યનો આંચકો લાગ્યો છે. કોરોનાનો ફેલાવો અને સતત વધતા લોકડાઉનને કારણે હેરાન થયેલા શ્રમિકો મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ, બિહારના પોતાના ગામ પગપાળા ચાલતા ગયા હતા.

અનેક અડચણો પાર કરતા આ શ્રમિકો ગામ પહોંચ્યા હતા. રાજ્ય સરકારે કરેલા પ્રયત્નો પછી ટ્રેન ચાલુ થતા શ્રમિકો ટ્રેનમાં પોતાના ગામ ગયા હતા. હવે રાજ્યમાં લોકડાઉન શિથિલ કરવામાં આવ્યો છે. અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે. અનેક ઉદ્યોગોને કામ શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. રાજ્યના અર્થચક્રને ઝડપી બનાવવા પ્રશાસને કમર કસી છે. હવે કારખાના, બાંધકામ વ્યવસાયમાં શ્રમિકોની સખત અછત હોવાથી વ્યવસાયિકો, ઉદ્યોગપતિઓ હેરાન છે. તેથી બિલ્ડરોએ આ શ્રમિકોને પાછા બોલાવવા માટે આઈડિયા લડાવ્યો છે.  ગામમાં પણ કામ ન હોવાથી અનેક શ્રમિકોને મહારાષ્ટ્રમાં પાછા આવવું છે. જોકે રેલવેની ટિકિટ મળતી ન હોવાથી તેમની અડચણો વધી છે. આ પાર્શ્વભૂમિ પર બિલ્ડરોએ શ્રમિકોને પાછા લાવવા કાર મોકલવાની શરૂઆત કરી છે. સાઈટ સુપરવાઈઝર અને મુખ્ય પદ પરના શ્રમિકો માટે વિમાનની ટિકિટ બુક કરવામાં આવે છે.

તહેવાર ઊજવીને પછી આવશે: અમે કેટલાક શ્રમિકોને વિમાનથી બોલાવ્યા છે તો અન્ય શ્રમિકો માટે કાર મોકલાવી છે. અત્યારે કામ ઝડપથી ચાલુ નથી પણ શ્રમિકોને બોલાવવા મહત્ત્વનું હતું. સરકાર વિમાનના ટિકિટના દર નિયંત્રણમાં રાખ્યા હોવાથી શ્રમિકોને આ સુવિધા આપવી અમારા માટે સહેલું થયું એમ એક બિલ્ડરે જણાવ્યું હતું. સાઈટ પર કામ કરવા માટે શ્રમિકોને કોઈ પણ પરિસ્થિતિમાં પાછા બોલાવવા જરૂરી છે. બિહારના કેટલાક શ્રમિકોને અમે વિમાનથી આવવાનું જણાવ્યું. જોકે તેમના ઘરથી એરપોર્ટ ખૂબ લાંબુ હોવાથી તેમને કારના ભાડું આપવાની ઓફર આપી છે. ઉપરાંત કેટલાક શ્રમિકોએ હવે ઈદ અને રક્ષાબંધનના તહેવાર ગામમાં ઊજવીને પછી આવશું એમ પણ જણાવ્યું છે એવી માહિતી પણ બિલ્ડરો આપે છે.

અન્ય સમાચારો પણ છે...