તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વિરારમાં બિલ્ડરની શસ્ત્રના ઘા ઝીંકીને હત્યા: હત્યારા ફરાર થયા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લો શ્રાવણી સોમવાર હોવાથી પરોઢિયે ત્રણ વાગ્યે દર્શને જતો હતો

વિરારમાં છેલ્લો શ્રાવણી સોમવાર હોવાથી પરોઢિયે શંકર ભગવાનના મંદિરે જઈ રહેલા બિલ્ડર પર અજાણ્યા શખસોએ માર્ગમાં આંતરીને ધારદાર શસ્ત્રો સાથે હુમલો કરીને હત્યા કરી નાખી હતી. પરોઢિયે 3.00 વાગ્યે પાપડખીંડ ડેમ નજીક શિવમંદિર જતા માર્ગમાં ફૂલપાડા ખાતે આ ઘટના બની હતી.હત્યારાઓ ફૂલપાડા ખાતે એક ઝાડની પાછળ છુપાઈને બેઠેલા હતા. નિશાંક કદમ (31) ત્યાં પહોંચતાં જ જીવલેણ હુમલો કર્યો હતો. કદમ પર ઉપરાછાપરી સેંકડો ઘા ઝીંકી દીધા હતા, જેને લઈ તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ પછી હત્યારા પરોઢિયાના અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા.

રાજ્યમાં આમ તો મંદિરો બંધ છે. જોકે અમુક શંકર મંદિરો સવારે 7 સુધી ખુલ્લાં રહે છે. પાપડખીંડ નજીકનું શિવમંદિર પણ ખુલ્લું રહેતું હોવાથી અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી કદમ દર્શન કરવા માટે જતો હતો. જોકે અગાઉથી જ છુપાઈ બેઠેલા હત્યારાઓએ આ લાગ ઝડપી લેતાં સેંકડો ઘા ઝીંકીને કદમનો જીવ લીધો હતો.વિરાર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અજાણ્યા હત્યારા સામે 302 હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઘટના સમયે કદમ એકલો જ જતો હતો.

આ હત્યા પાછળ વેપારી દુશ્મની હોઈ શકે છે. જોકે આમ છતાં દરેક પાસાંની તપાસ કરવામાં આવી રહી છે. કદમ દર સપ્તાહે મંદિરમાં દર્શન કરવા જતો હતો. આથી હત્યા પાછળ જાણભેદુ હોવાની શક્યતા છે, એમ પોલીસે જણાવ્યું હતું.કદમે અહીં ઘણી બધી ઝૂંપડીઓ બનાવી હતી. તેને અન્ય ચાલ બનાવતા બિલ્ડરો સાથે વિવાદ હતો. કદમના ભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે સહકાર નગરમાં એક સ્થળને લઈને છેલ્લે વિવાદ ચાલતો હતો. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...