નિર્ણય:મહાપાલિકા- જિલ્લા પરિષદની ચૂંટણીનું બ્યુગલ માર્ચમાં ફૂંકાશે

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 જાન્યુઆરીની સુનાવણી પછી ચૂંટણી પંચ દ્વારા નિર્ણય લેવાશે

મિની વિધાનસભા માનવામાં આવતી રાજ્યની 14 મહાપાલિકા અને 26 જિલ્લા પરિષદની સાર્વત્રિક ચૂંટણી આગામી માર્ચને અંતે પાર પડવાનાં ચિહનો છે. 17 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટની સુનાવણી પછી રાજ્ય ચૂંટણી પંચ તેની પર ભૂમિકા સ્પષ્ટ કરશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણ સાથે મુંબઈ મહાપાલિકાની ચૂંટણી પાર પડે એવી મહાપાલિકામાં સત્તાધારી શિવસેનાની ઈચ્છા છે. 2017માં રાજ્યમાં મહાપાલિકા અને જિલ્લા પરિષદ માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. હાલમાં 14 મહાપાલિકા અને 26 જિલ્લા પરિષદની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે.

ઓબીસી અનામત પૂર્વવત રવા રાજ્ય સરકારે ત્રણ મહિના ચૂંટણી પાછળ ઠેલવાની માગણી કરી છે. આ પાર્શ્વભૂમિમાં રાજ્ય ચૂંટણી પંચ પાસે પૂછપરછ કરતાં હાલમાં વોર્ડની રચનાનો પ્રથમ તબક્કો પૂરો થયો છે. જે સુધારણા સૂચવવામાં આવી છે તે આગામી અઠવાડિયા સુધી પૂરી થશે. આ પછી વાંધાઓ મગાવવામાં આવશે. જોકે 17 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં ઓબીસી અનામત સુનાવણી શું થાય છે તે જોઈનેપંચ ભૂમિકા રજૂ કરશે, એમ કહેવામાં આવ્યું છે.

દરમિયાન બહુસદસ્ય વોર્ડ પદ્ધતિ અને મુંબઈમાં 9 વોર્ડ વધારવામાં આવ્યા તે પ્રકરણે દાખલ અરજીની સુનાવણી પૂરી થશે. મુંબઈમાં 39 ટકા મતદારો અમરાઠી છે. તેમાં મોટું યોગદાન ઉત્તર ભારતીય મતદારોનું છે. પશ્ચિમ ઉપનગરમાં જે પક્ષોના 50 નગરસેવક ચૂંટાઈ આવે છે તેમનો મેયર બને છે. ઉત્તર ભારતીય મતદાર મોટી સંખ્યામાં પશ્ચિમ ઉપનગરમાં છે.

આ મતદાર મુંબઈ મહાપાલિકાના વિરોધી પક્ષ ભાજપ તરફ ઝુકાવ ધરાવે છે. આથી યુપી સાથે મહાપાલિકાની ચૂંટણી લેવામાં આવે એવું શિવસેનાના નેતાઓ તેમના વરિષ્ઠો પાસે માગણી કરી રહ્યા છે. આથી જ ઉત્તર ભારતનાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની ધામધૂમ વચ્ચે રાજ્યની મિની વિધાનસભાની ચૂંટણી પાર પડશે એવાં ચિહનો છે.

મુંબઈ મહાપાલિકાની ચૂંટણી ક્યારે?
10 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન મુંબઈ મહાપાલિકાની ચૂંટણી થાય એવી શિવસેનાના ઈચ્છા છે, કારણ કે આ દરમિયાન મુંબઈના ઉત્તર ભારતીય મતદારો મોટી સંખ્યામાં ગામમાં જશે. આને કારણે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકાર ઓબીસી અનામત પ્રશ્ને ચૂંટણી પાછળ ઠેલવા વધુ તાણીને નહીં ધરાશે એમ શિવસેનાનાં સૂત્રોનું જણાવવું છે.

ફેબ્રુઆરીમાં કાર્યક્રમની ઘોષણા
જાન્યુઆરી આખર સુધી વોર્ડની રચનાના પ્લાનની બીજી ફેરી પૂરી થશે. આથી ફેબ્રુઆરીમાં કાર્યક્રમ ઘોષિત કરવામાં આવે તે માર્ચમાં ચૂંટણી થશે એવો અંદાજ છે. પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીની ઘોષણા થવાથી ઓમિક્રોનનું કારણ આગળ કરીને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પાઠળ ઠેલી શકાશે નહીં એ સ્પષ્ટ થયું છે.

અન્ય સમાચારો પણ છે...