ભાસ્કર વિશેષ:વિવિધ અવરોધોને લીધે મોનોને મળનારી નવસંજીવનીને બ્રેક

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેટ્રો-3 કારશેડનું કોકડું અને સફેદ હાથી સમાન મેટ્રોની વધેલી કાળમર્યાદાને લઈને કામ વિલંબમાં

મોટો ખર્ચ અને ઓછા પ્રવાસીને લીધે સફેદ હાથી પુરવાર થઈ રહેલી મોનોરેલને નવસંજીવની આપવાનો નિર્ણય મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા લેવામાં આવ્યો છે.

જોકે મેટ્રો-૩ કારશેડની કોકડું અને મેટ્રોની વધેલી કાળમર્યાદાને લીધે મોનોને મળનારી નવસંજીવની પણ વિલંબમાં મુકાઈ છે.મોનોરેલની બંને બાજુને મેટ્રો ૨બી (ડીએન નગરથી મંડાલે) ચેમ્બુર ખાતે મેટ્રો 4 (વડાલાથી કાસારવડવલી) વડાલા ખાતે જોડવાની છે. પરિણામે, મુસાફરો ફરી એક વખત હજારો કરોડની કિંમતની મોનોરેલને અપનાવશે, એવો વિશ્વાસ એમએમઆરડીએને છે.

પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ માહિતી આપી હતી કે મેટ્રો 6, 4 અને 14ને પ્રસ્તાવિત કાંજુરમાર્ગ કાર શેડ સાથે જોડવામાં આવશે. જોકે હાલમાં કાયમી કારશેડનું સ્થાન નક્કી થયું નથી. તેની આ મેટ્રો રૂટ પર ભારે અસર કરશે.મેટ્રો -4 એક સંપૂર્ણ ઉન્નત મેટ્રો પ્રોજેક્ટ છે જેની કુલ પ્રોજેક્ટ કિંમત 14,549 કરોડ રૂપિયા છે. હાલમાં, ઘોડબંદર રોડ થાણે વિસ્તારમાં મેટ્રોના થાંભલાનું નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જોકે કાર શેડ માટે ભરણી, ટેન્ડર, વાસ્તવિક કામ જેવી પ્રાથમિક કામ પણ હજુ શરૂ થયાં નથી. પરિણામે, મેટ્રો પ્રોજેક્ટમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આથી મોનો- મેટ્રોને જોડવા પર પણ તેની અસર થશે.

મુસાફરોમાં મોનો લોકપ્રિય નથી
મોનો ટ્રેનોની બિન- ઉપલબ્ધતા, તેને લીધે 25-30 મિનિટે દોડતી ટ્રેનને કારણે મુસાફરોમાં મોનોરેલ લોકપ્રિય બની નથી. મુસાફરોનો પ્રતિભાવ વધારવા માટે વડાલા મોનો સ્ટેશનને ‘વડાલા-કાસાવડવલી’ મેટ્રો-૪ માર્ગ સાથે જોડવામાં આવશે. ફેરીઓની સંખ્યા વધારવા માટે નવી ટ્રેનો ખરીદવાની યોજના છે. જોકે એમએમઆરડીએના અધિકારીઓ ખાનગી રીતે કહે છે કે મોનો ટ્રેનોની ખરીદી અગ્રતા નથી કારણ કે હાલમાં મેટ્રો અને એમટીએચએલ જેવા ખર્ચાળ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

મોનોને ટકાવવાનો ઉપાય
સિંગાપોરની જેમ 2014માં ચેમ્બુરથી સંત ગાડગે મહારાજ ચોક (સાત રસ્તા) સુધી દેશની પ્રથમ મોનોરેલ મુંબઈમાં દોડવાનું શરૂ થયું. વડાલા મોનો સ્ટેશન પર એક ડેપો પણ છે. જોકે ટ્રેનોને અભાવે આ પ્રોજેક્ટ એમએમઆરડીએ માટે માથાનો દુખાવો બની ગયો છે. હાલમાં મોનોરેલનો જાળવણી ખર્ચ આવક કરતાં વધારે છે. એમએમઆરડીએ પાસે સ્થાનિક અને મેટ્રોના પડકારમાં મોનોને ટકાવી રાખવા માટેનો છેલ્લો ઉપાય હોવાનું કહેવાય છે.

અન્ય સમાચારો પણ છે...