તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારી સંગઠનોનો આક્રોશ:નિયંત્રણ નહીં ઉઠાવાય તો ચૂંટણીમાં બહિષ્કાર

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિચિત્ર સમયને લીધે 25 ટકા વેપારીઓની દુકાન બંધ

નોન- એસેન્શિયલ દુકાનો માટે રાખવામાં આવેલા વિચિત્ર સમયને કારણે વેપારીઓએ 25 ટકા દુકાનો બંધ રાખી છે. વીકએન્ડમાં દુકાનો બંધ અને લોકોની પર્યટન સ્થળે ગિરદી એવી સ્થિતિ છે. મુંબઈમાં દર્દીઓની સંખ્યા ઓછી થઈ હોવા છતાં દુકાનો પર નિયંત્રણો નહીં ઉઠાવવામાં આવે તો ચૂંટણીઓમાં રાજ્યના સત્તાધારીઓનો બહિષ્કાર કરવામાં આવશે, એવો ઈશારો મુંબઈના દુકાનદાર સંગઠને આપ્યો છે.ફેડરેશન ઓફ રિટેઈલ ટ્રેડર્સ વેલફેર એસોસિયેશનના અધ્યક્ષ વિરેન શાહે એક પત્રક દ્વારા આ ઈશારો આપ્યો છે.

મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા છેલ્લાં પાંચ અઠવાડિયામાં નોંધરાત્ર રીતે ઓછી થઈ છે. આ મુજબ મુંબઈના પ્રથમ અથવા બીજા લેવલમાં નાખવું જોઈએ. આમ છતાં મુંબઈને ત્રીજા લેવલમાં રાખવામાં આવ્યું છે. આને કારણે દુકાન પર કારણ વિના નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. આવી સ્થિતિમાં મુંબઈમાં રોજની દર્દીઓની સંખ્યા બસ્સોની નીચે આવવાનો અટ્ટહાસ છોડીને દુકાનો પરનાં નિયંત્રણો ઉઠાવવામાં આવે એવી માગણી તેમણે કરી છે.

વિચિત્ર સમયને લીધે દુકાનોમાં ઓછી ભીડ
મુંબઈને પ્રથમ અથવા બીજી શ્રેણીમાં લાવવામાં આવે તો મોટા ભાગની દુકાનો- ધંધા શરૂથશે અને શહેરવાસીઓને દિલાસો મળશે. અત્યાવશ્યક દુકાનો આખો દિવસ ચાલતી હોવાથી ત્યાં ગિરદી હોતી નથી. જોકે નોન એસેન્શિયલ દુકાનો સાંજે 4.00 સુધી જ ખુલ્લી હોવાથી સાંજ પછી શોપિંગ કરવા નીકળવાની આદત ધરાવતા નાગરિકો ત્યાંજતા જ નથી.

વીકએન્ડમાં ગ્રાહકો આવી શકે છે, પરંતુ તે સમયે નોન એસેન્શિયલ દુકાનો બંધ હોય છે. આવી સ્થિતિમાં દુકાનોનો ખર્ચ પરવડતો નહીં હોવાથી અનેક દુકાનદારોએ દુકાનો બંધ રાખી છે. છેલ્લા સાડાત્રણ મહિના આ જ પરિસ્થિતિ હોવાથી સરકારે હવે મુંબઈ અને આસપાસનાં શહેરોમાંથી નિયંત્રણો ઉઠાવવાં જોઈએ એવી માગણી ફેડરેશને કરી છે.

અન્યથા વેપારીઓ આંદોલનની તૈયારીમાં
એક તો દુકાનદારોને સરકારે કોઈ મદદ કરી નથી. મુંબઈમાં રોજની દર્દી સંખ્યા બસ્સોની નીચે જવાની સરકાર વાટ જોઈ રહી છે. જોકે મુંબઈમાં દેશવિદેશમાંથી રોજ લાખ્ખો લોકો આવતા હોવાથી તે સહજ શક્યનથી. તેમાંય રસીકરણનો દર પણ બહુ ઓછો છે. જોકે આ કારણસર મુંબઈને મહિનાના મહિના નિયંત્રણમાં નહીં રાખવા જોઈએ. અન્યથા આવક ડૂબેલા વેપારીઓ ટૂંક સમયમાં જ તીવ્ર આંદોલન કરવાની તૈયારીમાં છે. આથી બાકી દેશની જેમ મુંબઈ- મહારાષ્ટ્રમાં નિયંત્રણો ઉઠાવવામાં આવે એવો અનુરોધ તેમણે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...