તપાસ:ગર્ભપાતની ગોળીઓની ઓનલાઈન બજારમાં તેજી

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદે દવાઓ વેચવા બદલ ગુનો દાખલ

ડોકટરની પ્રમાણિક ચિઠ્ઠી વિના કેટલાક ઓનલાઈન પોર્ટલ પર ગર્ભપાતના દવાઓ મળી રહી છે અને આ બજાર તેજીમાં ચાલી રહી હોવાનું પોલીસ અને અન્ન અને ઓષધ પ્રશાસનના ધ્યાનમાં આવ્યું છે. છેલ્લા 10 દિવસમાં આ રીતે દવાઓનું ઓનલાઈન વેચાણ કરતા પોર્ટલ વિરુદ્ધ પવઈ, ખેરવાડી, ગોવંડી અને નહેરુનગર એમ ચાર ઠેકાણે ગુનાની નોંધ કરવામાં આવી છે. એક એપ દ્વારા ગર્ભપાતની દવાઓનું ગેરકાયદે વેચાણ થાય છે એવી માહિતી પણ પોલીસને મળી હતી.

એફડીએને આ સંદર્ભે માહિતી મળ્યા પછી ખાતરી કરવા માટે આ એપ દ્વારા દવા મગાવવામાં આવી. ગર્ભપાતની આ દવા રૂપિયા લીધા પછી 5 એપ્રિલના પૂરી પાડવામાં આવી હતી. દિલ્હી ખાતેના દવા વિક્રેતાએ આ એપના માધ્યમથી મળેલા ઓર્ડર મુજબ દવા વેચી હતી. અન્ન ઔષધ અને સૌંદર્ય પ્રસાધન કાયદો 1940 સહિત આઈટી અધિનિયમ 2000 અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નહેરુનગર ખાતે પણ આ એપના માધ્યમથી દવાનું ગેરકાયદે વેચાણ કરવામાં આવ્યું હતું. કોરોનાના સમયમાં અનેક ઠેકાણે મેડિકલ સેવા બંધ હતી.

અન્ય સમાચારો પણ છે...