જામીન:એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં હવે બુકી નરેશ ગૌરને જામીન મળ્યા

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સસ્પેન્ડેડ સચિન વાઝેને સિમ કાર્ડસ અપાવ્યાં હોવાનો આરોપ હતો

દક્ષિણ મુંબઈમાં 25મી ફેબ્રુઆરીના રોજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બહુમજલી નિવાસસ્થાન એન્ટિલિયા પાસે જિલેટિન સ્ટિક્સ અને ધમકીભર્યા પત્ર સાથેની એસયુવી ગોઠવવાના કેસમાં વિશેષ એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી) દ્વારા શનિવારે કથિત ક્રિકેટ બુકી નરેશ ગૌરને જામીન આપવામાં આવ્યા હતા.

ગૌર પર આ કેસના અન્ય આરોપી સસ્પેન્ડેડ પોલીસ સચિન વાઝે અને વિનાયક શિંદેને પાંચ સિમ કાર્ડસની મેળવી આપવાનો અને થાણેના વેપારી મનસુખ હિરનની હત્યમાં ભૂમિકાનો આરોપ છે. મનસુખ 5 માર્ચે થાણેમાં ખાડીમાં મૃતાવસ્થામાં મળી આવ્યો હતો.

વિશેષ કોર્ટના જજ એ ટી વાનખેડેએ ગૌરને જામીન આપ્યા હતા. મહારાષ્ટ્ર એન્ટી-ટેરરીઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા માર્ચમાં ગૌરની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ પછી એનઆઈએએ હસ્તક લઈ લીધો હતો. વિનાયક શિંદે વાઝેને અનધિકૃત પ્રવૃત્તિઓ કરવામાં મદદ કરતો હતો, જ્યારે ગૌર બંનેને મદદ કરતો હતો, એવો પોલીસનો આરોપ છે.

ગૌરે એડવોકેટ અનિકેત નિકમ થકી જામીન અરજી કરી હતી, જેમાં તેમણે એવી દલીલ કરી કે ગૌરની ભૂમિકાફક્ત વાઝેને સિમ કાર્ડસ પ્રાપ્ત કરાવી આપવામાં હતી.મનસુખ હિરનની હત્યામાં તેની સંડોવણી નથી. મનસુખને તે ક્યારેય મળ્યો નહોતો અને તેનો સંપર્ક પણ કર્યો નહોતો. ગૌર આ કેસમાં આરોપી નંબર 2 છે અને તેની પર સિમ કાર્ડસનો પુરવઠો કરવો, મનસુખ હિરનની હત્યા અને કાવતરાનો હિસ્સો હોવાનો આરોપ છે.

અન્ય સમાચારો પણ છે...