તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેડમ ચીફ મિનિસ્ટર ફિલ્મ લાગી છે તે મુંબઈ તથા આસપાસનાં શહેરોનાં સાત મલ્ટીપ્લેક્સમાં બોમ્બ મુકાયા છે એવી ખોટી માહિતી આપીને પોલીસની ભાગદોડ મચાવનારા ટીનેજરની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી છે. હરિયાણાનો બનવારી સિંહે (19) મોજમસ્તી ખાતર ખોટી માહિતી આપી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
22 જાન્યુઆરીના રોજ આરોપીએ 22 જાન્યુઆરીના રોજ બોમ્બ મૂકવામાં આવ્યા છે એવી માહિતી આપીને મુંબઈ પોલીસ અને અમુક પોલીસ અધિકારીઓને ટેગ પણ કર્યા હતા. તેણે કમાંડો સિંહ નામે ટ્વિટર હેન્ડલ પરથી પોસટ મૂકી હતી, જેમાં મલાડ, અંધેરી અને વસઈમાં મેડમ ચીફ મિનિસ્ટર ફિલ્મ લાગી છે તેવાં સાત મલ્ટીપ્લેક્સમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે એવી માહિતી આપી હતી.
આ માહિતી પછી પોલીસે મલ્ટીપ્લેક્સો બંધ કરાવીને સઘન તપાસ કરી હતી. જોકે આ માહિતી અફવા ફેલાવવા માટે આપી હોવાનું જણાયું હતું. આરોપીએ તે પછી ટ્વીટ કરી નાખ્યું હતું. સાઈબર પોલીસે આરોપીને શોધવા માટે સઘન તપાસ કરી હતી, જેમાં આરોપી હરિયાણાનો હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈ તેની ધરપકડ કરવામાં આવી છે, એમ સાઈબર સેલના ડીસીપી રશ્મી કરંદીકરે જણાવ્યું હતું.આરોપીએ જે મોબાઈલ ફોનનો અફવા ફેલાવવા માટે ઉપયોગ કર્યો હતો તે પોલીસે જપ્ત કર્યો છે. આરોપી સામે ભારતીય ફોજદારી સંહિતા અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.