આર્યન ડ્રગ્સ કેસમાં અખ્તરની પ્રતિક્રિયા:બોલીવૂડે હાઈ પ્રોફાઈલ હોવાની કિંમત ગણવી પડે છે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ક્રુઝ પર રેવ પાર્ટી પ્રકરણે આર્યન ખાનની ધરપકડ અંગે પ્રસિદ્ધ ગીતકાર જાવેદ અખ્તરે કઠોર વક્તવ્ય કર્યું છે. આર્યન પર કાર્યવાહી અંગે તેમણે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે અને બોલીવૂડને આવી કિંમત શા માટે ગણવી પડે છે તેનાં કારણો પણ કહ્યાં છે. એક બંદર પર (અદાણી પોર્ટ) એક અબજ ડોલરનું કોકેઈન મળી આવ્યું, જ્યારે બીજા એક ઠેકાણે (ક્રુઝ)માં બારસો લોકો ઉપસ્થિત હતા ત્યાંથી રૂ. 1.30 લાખનો ગાંજો મળી આવ્યો. જોકે આમાંથી બીજા ઠેકાણાની માહિતી મોટા રાષ્ટ્રીય સમાચાર બની જાય છે, પરંતુ એક અબજ ડોલરના કોકેઈનનાં મથાળાં પણ મને જોવા મળ્યાં નથી.

અખબારોમાં પાંચમા- છઠ્ઠા પાને તે બાબતના નાના સમાચાર આપવામાં વે છે.આ જ રીતે બંદરનું પ્રશાસન કહે છે કે અમે હવે સંબંધિત દેશમાંથી આ ઠેકાણે જહાજને આવવા નહીં દઈએ, પરંતુ તમારા બંદરમાં જે મળ્યું તે વિશે તમે કશું કહેશો કે નહીં? આ બધા પરથી એવું જ દેખાય છે કે ફિલ્મ ઉદ્યોગને પોતાના હાઈ પ્રોફાઈલ હોવાની કિંમત ગણવી પડે છે, એમ જાવેદ અખ્તરે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું.આપણે જ્યારે હાઈ પ્રોફાઈલ હોઈએ ત્યારે લોકોને તમારા ટાંટિયા ખેંચવામાં, તમારી પર પથ્થર ફેંકવામાં, તમારી પર કાદવઉછાળ કરવામાં મજા આવે છે. જો તમે કોઈ નહીં હોય તો તમારી પર પથ્થર ફેંકવા માટે કોને પાસે સમય છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...