તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બોલીવુડ અભિનેતા સચિન જોશીની EDએ ધરપકડ કરી

મુંબઈ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રૂ. 100 કરોડના ભ્રષ્ટાચાર પ્રકરણે 18 કલાક પૂછપરછ

બોલીવુડ અભિનેતા અને ઉદ્યોગપતિ સચિન જોશીની ઈડી તરફથી ધરપકડ કરવામાં આવી છે. ઓમકાર રિયલટર્સ પ્રકરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓમકાર ગ્રુપ પ્રમોટર્સ અને સચિન જોશી તરફથી કરવામાં આવેલ રૂ. 100 કરોડના ભ્રષ્ટાચાર પ્રકરણે આ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડની કાર્યવાહી પહેલાં સચિનની 18 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. સચિવ જોશીએ વિજય માલ્યાની ગોવા સ્થિત કિંગફિશર વિલા ખરીદી કરી છે. ઉપરાંત અનેક શહેરોમાં રેસ્ટોરંટ્સ અને ક્લબ પ્લેબોય ફ્રેન્ચાઈઝનો એ માલિક છે. ઓમકાર રિયલટર્સ પ્રકરણે સચિન જોશીને સમન્સ બજાવવામાં આવ્યા હતા.

પણ સમન્સ બજાવ્યા છતાં જોશી ઈડીના કાર્યાલયમાં હાજર રહ્યો નહોતો. એ પછી તેને પૂછપરછ માટે દક્ષિણ મુંબઈના કાર્યાલયમાં લાવવામાં આવ્યો હતો. સચિન જોશીએ મોડેલ અને અભિનેત્રી ઉર્વશી શર્મા સાથે લગ્ન કર્યા છે. તેલુગુ, કન્નડ, હિંદી ફિલ્મોમાં સચિને કામ કર્યું છે. પાન મસાલામાં વાપરવામાં આવતા સુગંધી ખાદ્ય પરફ્યૂમનું ઉત્પાદન સચિન જોશીની જે.એમ.જોશી ગ્રુપનો મુખ્ય વ્યવસાય છે.

ઉપરાંત રેસ્ટોરંટ્સ અને મદ્ય વ્યવસાય પણ આ ગ્રુપ તરફથી કરવામાં આવે છે. ઈડીએ આ પહેલાં ઓમકાર ગ્રુપના ચેરમેન કમલ ગુપ્તા અને વ્યવસ્થાપકીય સંચાલક બાબુલાલ વર્માની મની લોન્ડરિંગ પ્રકરણે ધરપકડ કરી છે. ઝૂપડપટ્ટી પુનર્વિકાસ પ્રકલ્પોમાં સહભાગી અનેક મોટી કંપનીઓમાંથી ઓમકાર ગ્રુપ એક કંપની છે. ઉપરાંત મુંબઈમાં અનેક મોકાના ઠેકાણે ઓમકાર ગ્રુપના પ્રકલ્પ ચાલુ છે.

આઈટીની નોટિસ
સચિન જોશીએ 2017માં ભારતમાંથી ફરાર થયેલા વિજય માલ્યાના ગોવા સ્થિત બંગલાની રૂ. 73 કરોડમાં ખરીદી કરી હતી. ઈન્કમટેક્સ વિભાગે પણ ગયા અઠવાડિયે એના નિવાસસ્થાને અને ઘર પર દરોડો પાડ્યો હતો. લગભગ ત્રણથી ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો