તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોગસ રસીકરણ કૌભાંડ:બોગસ ડોક્ટર ત્રિપાઠીએ તુર્ભેની કંપનીને પણ છેતરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોગસ રસીકરણ કૌભાંડનો રેલો નવી મુંબઈ સૂધી પહોંચ્યો
  • નેરુલમાં સ્થિત એટમબર્ગ ટેકનોલોજીના 352 કર્મચારીઓને રસીને નામે સલાઈન આપ્યું હતું
  • આ કૌભાંડમાં ફક્ત બે જણને નાણાવટી હોસ્પિટલને નામે રસી લીધાનાં સર્ટિ આપ્યાં

મુંબઈમાં બોગસ રસીકરણ કૌભાંડનો રેલો હવે તુર્ભેમાં પણ પહોંચ્યો છે. બોગસ ડોક્ટર મનીષ ત્રિપાઠીની જ આ કૌભાંડમાં ભૂમિકા બહાર આવી છે. પોલીસે ત્રિપાઠી, કરીમ અને અન્યએક સહિત ત્રણ જણ સામે હાલમાં ગુનો દાખલ કર્યો છે.

નવી મુંબઈના નેરુલમાં પ્લોટ ડી130 ટીટીસી ઈન્ડસ્ટ્રિયલ એરિયા શિરવણે એમઆઈડીસી નેરુલમાં સ્થિત એટમ્બર્ગના અધિકારી કલ્પેશ પાટીલે નોંધાવેલી ફરિયાદને આધારે શુક્રવારે તુર્ભે પોલીસે ગુનો દાખલ કર્યો છે. ફરિયાદ અનુસાર 23 એપ્રિલે ત્રિપાઠીએ કંપનીનો સંપર્ક સાધ્યોહતો. પોતે કેઈસીપી હેલ્થ કેર હોસ્પિટલ, ઠાકુર કોમ્પ્લેક્સ, કાંદિવલી ઈસ્ટમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનું કહીને રસીકરણ શિબિર યોજી હતી. કુલ રૂ. 4,24,536 લીધા હતા, જેની સામે 352 કર્મચારીઓને રસ આપી હતી.

આ પછી ફક્ત બે કર્મચારીને નાનાવટી હોસ્પિટલને નામે રસી લીધાનાં સર્ટિફિકેટ આપ્યાં હતાં. હવે આ કૌભાંડ ગાજવા લાગતાં અને તેમાં પણ મનીષ ત્રિપાઠી મુખ્ય આરોપીમાંથી એક હોવાનું બહાર આવતાં કંપનીએ ફરિયાદ નોંધાવી છે. સિનિયર પીઆઈ રાજેન્દ્ર આવ્હાડ અને પીએસઆઈ રમેશ ચવ્હાણની આગેવાનીમાં તપાસ ચાલી રહી છે. ચવ્હાણે જણાવ્યું હતું કે ત્રિપાઠીએ જે હોસ્પિટલનું નામ આપ્યું છે તે સાચું છે કે તેની તપાસ ચાલી રહી છે. રસી આપનારા ડોક્ટર અને નર્સ હોવાનું બતાવ્યું હતું, પરંતુ તેઓ પાત્ર નહોતા. ઉપરાંત રસીને નામે સલાઈનનાં ઈન્જેકશન આપ્યાં હોવાનું પણ જણાયું છે.

દરમિયાન નોંધનીય છે કે ત્રિપાઠી કાંદિવલી ચારકોપની પટારિયા દંપતીની શિવમ હોસ્પિટલમાં ભાડાની જગ્યામાં તબીબી અને એન્જિનિયરના વિદ્યાર્થીઓ માટે નોલેજ સેન્ટર ફોર એજયુકેશનલ પ્લાનિંગ પ્રા. લિ.ને નામે પ્રાઈવેટ કોચિંગ સંસ્થા ચલાવતો હતો. આ ક્લાસમાંના જ અમુક વિદ્યાર્થીઓને રસી આપવા સહિતનાં કામો તેણે સોંપ્યાં હતાં.

મુંબઈમાં ત્રિપાઠીના ભાઈની ધરપકડ
દરમિયાન એસઆઈટી ટીમના વડા ડીસીપી વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે, મુંબઈમાં બોગસ રસીકરણ શિબિરો યોજવા પ્રકરણે 14મા આરોપી અનુરાગ ત્રિપાઠીની ધરપકડ કરવામાં આવી છે. છે. તે ડો. મનીષ ત્રિપાઠીનો પિતરાઇ ભાઇ છે. અનુરાગ શિબિરમાં ડોક્ટર હોવાની ઓળખ આપતો, શિબિરના સ્થળે નિરીક્ષક હોવાનો ઢોંગ કરતો હતો.

અનુરાગ સામે સમતા નગર અને એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અનુરાગે કુલ 7 શિબિરોમાં નિરીક્ષકની ભૂમિકા ભજવી હતી અને લોકોને રસી માટે માર્ગદર્શન આપવાનું કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...