ધરપકડ:ધારાવીમાં 1 હજાર રૂપિયામાં રસીકરણનું બોગસ પ્રમાણપત્ર

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આ પ્રકરણે સાયબર કેફેના માલિકની ધરપકડ

છેલ્લા થોડા દિવસથી સૌથી મોટી ઝૂપડપટ્ટી ધારાવીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. કોરોનાનું હોટસ્પોટ બનેલા ધારાવીમાં આંચકાજનક પ્રકરણ જાહેર થયું છે. ધારાવીમાં કોરોના પ્રતિબંધાત્મક રસીકરણનું બોગસ પ્રમાણપત્ર આપતું રેકેટ પ્રકાશમાં આવ્યું છે. એક સાયબર કેફેમાં આ બોગસ પ્રમાણપત્ર આપવામાં આવતા હતા. કોરોનાની પહેલી દરમિયાન ધારાવીમાં મોટા પ્રમાણમાં દર્દીઓ મળ્યા હતા. ગીચતાવાળા આ ભાગમાં ઝડપથી વધતી દર્દીઓની સંખ્યા પર નિયંત્રણ મેળવવાનો મોટો પડકાર મહાપાલિકા પ્રશાસન સમક્ષ હતો.

એના પર મહાપાલિકાની યંત્રણાઓએ ઉપાયયોજના કરીને નિયંત્રણ મેળવ્યું હતું. હવે મુંબઈ ત્રીજી લહેરના ઉંબરે ઊભું છે ત્યારે ધારાવીમાં નકલી રસીકરણ પ્રમાણપત્રનું છડેચોક વેચાણ થતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક પણ દિવસ મુંબઈની બહાર ન જતા બિહારમાં રસીકરણ થયાનું પ્રમાણપત્ર આપતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

કોરોનાના રોગને અંકુશમાં લાવવા માટે પ્રશાસન તરફથી રસીકરણ પર ભાર મૂકવામાં આવે છે. રસીકરણ વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આમ છતાં ધારાવીમાં રસીકરણનું બનાવટી પ્રમાણપત્રનું એક હજાર રૂપિયામાં વેચાણ થતું હતું. ખાસ વાત એટલે સરકારી વેબસાઈટ કોવિન પર આ બનાવટી પ્રમાણપત્રની નોંધ થતી હતી.

પોલીસે બનાવટી ગ્રાહક મોકલ્યો
સેકારન ફક્ત એક હજાર રૂપિયામાં કોરોનાની રસીનો ડોઝ લીધાનું પ્રમાણપત્ર આપતો હતો. પોલીસે એક ગ્રાહકને એની પાસે મોકલ્યો હતો. સેકરને એને રસીકરણ થયાનું પ્રમાણપત્ર આપ્યા પછી પોલીસે એની ધરપકડ કરી હતી. આ બાબતે 5 જાન્યુઆરીના ધારાવી પોલીસને માહિતી મળી હતી. બનાવટી પ્રમાણપત્ર સાયબર કેફેમાંથી આપવામાં આવતું હોવાની માહિતી મળતા કેફે પર દરોડો પાડવામાં આવ્યો હતો અને આરોપીને રંગેહાથ પકડ્યો હતો. એના બીજા સાગરીતોની શોધ ચાલુ છે એવી માહિતી ઝોન 5ના પોલીસ ઉપાયુક્ત પ્રણય અશોકે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...