તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકમ:બોગસ બ્રિટિશ રેસિ. પરમિટ સાથે પકડાયેલા ગુજરાતીને 1 વર્ષની કેદ

મુંબઈ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કલમ 471, 420 હેઠળ બોગસ દસ્તાવેજના ઉપયોગ અને છેતરપિંડીનો કેસ

બોગસ બ્રિટિશ રેસિડેન્સ પરમિટ સાથે પકડાયેલા ગુજરાતના રહેવાસીને મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે એક વર્ષની કેદ આપી છે અને આવા ગુના દેશની છબિ બગાડે છે અને બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ માટે વિઝાની સમસ્યા પેદા કરે છે એવી નોંધ આદેશમાં કરી હતી.

અંધેરીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર આર ખાન દ્વારા ગુજરાતના રહેવાસી હાર્દિક પટેલને કલમ 471 (બોગસ દસ્તાવેજોને અસલ તરીકે ઉપયોગ કરવો અને 420 (છેતરપિંડી)ના ગુનામાં કસૂરવાર ઠરાવ્યો હતો. 8 ફેબ્રુઆરીના આપેલા આદેશમાં મેજિસ્ટ્રેટે નોંધ કરી કે આ ઘટના ભારત અને યુનાઈટેડ કિંગડમ એમ બે દેશની ઈમિગ્રેશન સત્તાને ફસાવવા સંબંધની છે. આ ગુનો ગંભીર છે. આવા ગુનાને લીધે વિદેશમાં નોકરી કરવા માગતા અને ભણવા માગતા બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને વિઝા મળતા નથી અને રાષ્ટ્રની છબિ પણ ખરડાય છે.

આ ગુનાથી રાજદ્વારી પ્રભાવ પણ પડે છે. ફરિયાદ પક્ષ અનુસાર 2010માં હાર્દિક પટેલ લંડનથી છત્રપતિ મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યો ત્યારે ઈમિગ્રેશન અધિકારીએ તેનો પાસપોર્ટ તપાસ્યો હતો. અધિકારીને બ્રિટનની નિવાસની પરમિટ વિશે શંકા ગઈ હતી. વધુ તપાસમાં એવું જણાયું કે વિદ્યાર્થી 2007માં સ્ટુડન્ટ વિઝા પર યુકે ગયો હતો.

યુકેમાં વધુ સમય કામ કરવા મળે તે માટે હાર્દિકે તેજેન્દરપાલ સિંગ પરમારની મદદથી અને સોલિસિટરને 3000 બ્રિટિશ પાઉન્ડ ચૂકવીને ડિસેમ્બર 2009થી નવેમ્બર 2012 સુધી વધુ રેસિડેન્સ પરમિટ પ્રાપ્ત કરી હતી.તપાસ અધિકારીએ કોર્ટને જણાવ્યું હતું કે હાર્દિકે ડિસેમ્બર 2009થી નવેમ્બર 2012 સુધી લીધેલી રેસિડેન્સ પરમિટ બોગસ હતી.

આરોપી ઉચ્ચ શિક્ષિત હોવા છતાં ગુનો કર્યો
હાર્દિકે યુકોમાં વધુ સમય રહીને નાણાં કમાણી કરવા માટે આ ગુનો કર્યો હોય તેમ જણાય છે. આંચકાજનક એ છે કે આરોપી ઉચ્ચ શિક્ષિત હોવા છતાં કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવાને બદલે અન્ય વ્યક્તિને પૈસા આપીને રેસિડેન્સ પરમિટ મેળવવાનું પસંદ કર્યું હતું, એવી પણ કોર્ટે નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો