તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પાણી ભરાતાં ટ્રેનમાં અટવાયેલા પ્રવાસીઓ માટે હોડીની ખરીદી

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીએસએમટી, દાદર, કુર્લા, થાણે અને બદલાપુરજેવા વિસ્તારોમાં હોડીઓ તૈનાત રહેશે

ચોમાસામાં પાટા પર ભરાતા પાણી અને ઊભી થતી પુરની સ્થિતિનો સામનો કરવા મધ્ય રેલવે સજ્જ થઈ છે. પુરની સ્થિતિ નિર્માણ થાય તો પ્રવાસીઓનો સુખરૂપ છૂટકારો કેવી રીતે કરવો એના માટે મધ્ય રેલવેએ હોડીની ખરીદી કરી છે અને આ હોડીઓ જુદા જુદા ઠેકાણે તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ચોમાસામાં ઉપનગરીય માર્ગની પરિસ્થિતિ પર નજર રાખવા આ વર્ષે ડ્રોન કેમેરાઓ ઉપયોગ કરવામાં આવશે એવી માહિતી રેલવે તરફથી આપવામાં આવી હતી.

બે વર્ષ પહેલાં પડેલા મૂશળધાર વરસાદને લીધે પુરની સ્થિતિ નિર્માણ થઈ હતી. બદલાપુર રેલવે સ્ટેશન નજીક પાટા પાણીની નીચે ગયા હોવાથી રેલવે માર્ગ બંધ થયો હતો. બધી બાજુએથી પાણી ભરાઈ ગયા હોવાથી 1000 પ્રવાસીઓવાળી મહાલક્ષ્મી એક્સપ્રેસ અટકી પડી હતી. એ સમયે રેલવે સુરક્ષા દળ, એનડીઆરએફ અને સ્થાનિક મહાપાલિકાની મદદથી બચાવકાર્ય કરવામાં આવ્યું હતું. એ પછી ગયા વર્ષે પડેલા વરસાદમાં મુંબઈના મસ્જિદ રોડ, સેન્ડહર્સ્ટ રોડ, ભાયખલા સહિત અનેક ઠેકાણે પાટા પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા.

લોકલ અને મેલ-એક્સપ્રેસ ટ્રેનો ઊભી રહી ગઈ હતી અને અનેક પ્રવાસીઓ અટવાઈ ગયા. એમનો સુખરૂપ છૂટકારો કરવામાં આવ્યો હતો. એ સમયે એનડીઆરએફની મદદથી પ્રવાસીઓને અન્ય ઠેકાણે ખસેડવા માટે હોડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવી ઘટના પછી મધ્ય રેલવેએ હવે પોતાની હોડીઓ ખરીદીને એને ચોમાસામાં જુદા જુદા ઠેકાણે તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.

ચોમાસામાં ડ્રોન કેમેરાઓનો ઉપયોગ
ચોમાસામાં પરિસ્થિતિ પર નજર રાખવા ડ્રોન કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવશે. અત્યારે બે ડ્રોન કેમેરા છે. તાજેતરમાં આ કેમેરાઓની તપાસણી કલ્યાણ અને આગળના સ્ટેશનો સુધી કરવામાં આવી. અત્યારે આ કેમેરાઓનો ઉપયોગ કારશેડ, યાર્ડમાં થતી ચોરીઓની તપાસ માટે કરવામાં આવે છે.

ચોમાસામાં સંપૂર્ણ ઉપનગરીય માર્ગ પર કેમેરાઓનું ધ્યાન હશે. એના માટે એક સ્પેશિયલ ટીમ હશે. કેમેરા સંભાળનારા કર્મચારીઓ પાસેની સ્ક્રીન પર પુરની સ્થિતિ કે કોઈ આપ્તકાલીન પરિસ્થિતિ દેખાય તો એની માહિતી નિયંત્રણ કક્ષ, સ્ટેશન માસ્તર અને વરિષ્ઠોને આપવામાં આવશે. તેથી સમયસર મદદ પહોંચાડવામાં સફળતા મળશે. ઉપરાંત બચાવકાર્ય માટે પણ એનો ેઉપયોગ કરી શકાશે.

મધ્ય રેલવે દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ
રેલવે સુરક્ષા દળ, મહારાષ્ટ્ર સુરક્ષા દળનું અતિરિક્ત મનુષ્યબળ તૈનાત કરવામાં આવશે. સીસી ટીવી દ્વારા પણ સ્ટેશનોમાં પ્રવાસીઓની હિલચાલ પર નજર રાખવામાં આવશે. પાણી ભરાઈ જતા લોકલ સેવા ખોરવાય નહીં એ માટે પાટાની ઉંચાઈ વધારવી, સિગ્નલ અને ઓવરહેડ વાયરોના રિપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. નાળાસફાઈના કામ પણ શરૂ કરવામાં આવ્યા છે. સ્ટેશન નજીકના વૃક્ષોની ડાળીઓ કાપવામાં કામ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...