તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોહીના કાળાંબજાર કરતી રાજ્યની બ્લડબેંકો પર અંકુશ મૂકવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. લોહી સ્ટોકમાં ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને લોહી માટે નકાર આપનાર બ્લડબેંકોને દંડ કરવામાં આવશે. લોહીના સ્ટોકની માહિતી છુપાવશે તો દરરોજ રૂ. 1000 દંડ વસૂલ કરવામાં આવશે. સરકારની સૂચનાનું વારંવાર ઉલ્લંઘન કરશે તો બ્લડબેંકનું લાયસંસ રદ થશે.રાજ્યમાં બ્લડબેંકો તરફથી જુદા જુદા પ્રકારના ગેરવ્યવહાર થતા હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળી છે. આ બીબતે રાજ્ય રક્ત સંક્રમણ પરિષદની બેઠક થઈ હતી.
ગેરવ્યવહાર કરતી બ્લડબેંકો પર કાર્યવાહી કરવાની ભલામણ બેઠકમાં કરવામાં આવી હતી. આ પાર્શ્વભૂમિ પર રાજ્યના સાર્વજનિક આરોગ્ય વિભાગે જીઆર જારી કર્યો હતો. લોહીનો સ્ટોક ઉપલબ્ધ હોવા છતાં સંબંધિત દર્દીને લોહી આપવાનું નકારશે તો દર્દી પાસેથી લેવામાં આવેલ પ્રોસેસ ફી વત્તા રૂ. 1000 દંડ વસૂલ કરવામાં આવશે.એ સિવાય જોગવાઇ મુજબ થેલેસેમિયા, હિમોફેલિયા, સિકલસેલ અને લોહીના રોગ સાથે સંબંધિત દર્દીને મફત લોહી આપવા માટે રક્ત સંક્રમણ પરિષદનું ઓળખપત્ર હોવા છતાં પ્રોસેસિંગ ફી લેશે તો આ ફીનો ત્રણ ગણો દંડ વસૂલ કરવામાં આવશે.
દર્દીને રુપિયા પરત કરાશે
રાજ્ય રક્ત સંક્રમણ પરિષદે નિશ્ચિત કરેલી પ્રોસેસિંગ ફી કરતા બ્લડબેંક વધુ રૂપિયા લેશે તો લીધેલા વધુ રૂપિયાનો પાંચ ગણો દંડ કરવામાં આવશે. એમાં લીધેલા વધુ રૂપિયા દર્દીને પાછા આપીને દંડની રકમ પરિષદમાં જમા કરવામાં આવશે.
પહેલાં નોટિસ અપાશે
વેબસાઈટ પર લોહીના સ્ટોકની માહિતી નહીં આપે તો અને લોહી સાથે સંબંધિત માહિતી વેબસાઈટ પર જાહેર નહીં કરે તો દરરોજ રૂ. 500 થી રૂ. 1000 દંડ કરવામાં આવશે. જો કે દંડની કાર્યવાહી કરવા પહેલાં બ્લડબેંકને નોટિસ અપાશે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.