તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મુંબઈમાં ફરીથી લોહીની અછતઃ ઓપરેશનો રખડી પડવાનો ભય

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સરકારી હોસ્પિટલોમાં જૂજ દિવસ ચાલે તેટલો જ લોહીનો જથ્થો બચ્યો છે

દોઢ મહિના પૂર્વે રક્તદાન કરો એવા સતત અનુરોધ પછી રક્તદાન ઝુંબેશને ગતિ આવી હતી. આ પછી અમુક હોસ્પિટલોમાં લોહીના ઉપયોગની મુદત પૂરી થવાને લીધે તે રીતસર વેડફાઈ ગયું હતું. જોકે સોમવારે ફરી મુંબઈમાં લોહીની અછત વર્તાઈ હતી. કોરોનાના સંક્રમણની બીજી લહેર કાબૂમાં આવ્યા પછી અમુક હોસ્પિટલોએ નિયોજિત શસ્ત્રક્રિયાઓની શરૂઆત કરી હતી. આ શસ્ત્રક્રિયાઓ સાથે દુર્ઘટનાગ્રસ્તો અને થેલેસેમિયાના દર્દીઓ માટે જરૂરી લોહીનો પ્રશ્ન આ અછતને લીધે સર્જાય એવી શક્યતા છે.

રાજ્ય રક્ત સંક્રમણ પરિષદ પાસે સંબંધિત હોસ્પિટલોની બ્લડ બેન્કે આપેલી માહિતી અનુસાર જેજે હોસ્પિટલમાં 40, રેડ ક્રોસ પાસે એબી બ્લડ ગ્રુપની ફક્ત પરાંચ, કે બી ભાભા બ્લડ બેન્ક પાસે ઓ ગ્રુપની પાંચ, જસલોક હોસ્પિટલ પાસે એબી પોઝિટિવ ગ્રુપની છ અને લોકમાન્ય તિલક હોસ્પિટલ પાસે એબી પોઝિટિવ ગ્રુપની 6, રાજાવાડી પાસે 25 લોહીની થેલીઓ બચી છે. તેમાંએક એ પોઝિટિવ થેલી ઉપલબ્ધ છે.

લોકમાન્ય તિલક હોસ્પિટલમાંથી થેલેસેમિયાના બાળકોને લોહી આપવામાં આવે છે. થોડા દિવસ પૂર્વે અહીંના દર્દીઓને એક થેલીની વ્યવસ્થા થશે, બીજી થેલી અન્યત્રથી વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું હતું. છેલ્લા થોડા દિવસમાં લોહીની ઉપલબ્ધતા માટે એક જ સમયે અનેક રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આને કારણે લોહીની ઉપલબ્ધતા મોટે પાયે વધી હતી. આ લોહીનું નિયોજન યોગ્ય રીતે કરવામાં આવે તો જ આખું વર્ષ લોહીની ઉપલબ્ધતા થઈ શકે એમ આરોગ્ય અને માહિતી અધિકાર કાર્યકર્તા ચેતન કોઠારીએ જણાવ્યું હતું.

રક્તદાન શિબિરનું આયોજન
સોમવારે વર્લ્ડ બ્લડ ડોનર ડે હોવાથી મહાપાલિકાની હોસ્પિટલમાં નિવાસી ડોક્ટરોએ રક્તદાન શિબિરોનું આયોજન કર્યું હતું. તેમાં નાયર હોસ્પિટલમાં નિવાસી ડોક્ટરોએ 75 થેલી, તિલક હોસ્પિટલે 72 થેલી જમા કરી હતી. ખાસ કરીને સચિન તેંડુલકર દ્વારા પણ રક્તદાન કરીને નાગરિકોને રક્તદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. જનજાગૃતિ માટે સચિને સોશિયલ મિડિયા પર પોતાનો ફોટો પણ મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...