ગોદામ પર દરોડા:આરે કોલોનીમાં રેશનિંગ અનાજના કાળાંબજાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20ની અટકાયત, કરોડનો માલ જપ્ત

ગોરેગાવ પૂર્વમાં આરે કોલોની વિસ્તારમાં આરે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્ર સરકાર અંતર્ગત આવતી રેશનિંગની દુકાનોમાં વહેંચવામાં આવતાં ઘઉં, ચોખાની સંગ્રહખોરી કરીને કાળાંબજાર કરનારા ગોદામ પર પોલીસે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં રૂ. 8 કરોડનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત વીસ જણને અટકાયતમાં લેવાયા છે.

આરે પોલીસે ગુપ્ત માહિતીનેઆધારે વિસ્તારમાં દરોડા પાડીને ગરીબ માટેના અનાજના કાળાંબજારનો પર્દાફાશ કર્યો છે. માહિતીને આધારે રેશનિંગ ઈન્સ્પેક્ટરને જોડે લઈને પોલીસે મધરાત્રે ગોદામમાં દરોડા પાડ્યા હતા. તે સમયે ટ્રક સાથે મોટે પાયે ઘઉં- ચોખાનો જથ્થો મળી આવ્યો છે.

આરે પોલીસના માહિતી મળી હતી કે આરે વિસ્તારમાં સરકારના રેશનિંગ માટેનાં ઘઉં અને ચોખા છ ટ્રકમાં ભરેલો માલ ખાનગી વાહનોમાં ભરીને મુંબઈના વિવિધ વિસ્તારોમાં કાળાંબજારમાં વેચવામાં આવવાનો છે. આ માહિતીને આધારે પોલીસે દરોડા પાડી રેશનિંગના છ વાહનો જપ્ત કર્યાં છે.તેમાં રૂ. 8 કરોડથી વધુ ઘઉં અને ચોખાનો જથ્થો હોવાનો અંદાજ છે. સિનિયર પીઆઈ જ્યોતિ દેસાઈની આગેવાનીમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના અધિકારીઓ સાથે ચર્ચા કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...