ક્રાઇમ:શોપિંગની ચોરી પકડાવાની બીકે બાળકની હત્યા કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યા કર્યા બાદ રાતભર ક્રાઈમ પેટ્રોલ જોતો રહ્યો

ઉસ્માનાબાદમાં બનેલી એક હીચકારી ઘટનામાં 11મા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ પિતાના એટીએમ કાર્ડ પરથી શોપિંગ કર્યું હતું. જોકે આ પછી ચોરી પકડાઈ જતાં શું જવાબ આપવો એવું ધ્યાનમાં આવતાં પાડોશના પાંચ વર્ષના બાળકની હત્યા કરીને કાનમાંથી સોનાની બુટ્ટી ચોરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે. ઉસ્માનાબાદના તુલજાપુર તાલુકાના માર્ડી સાંગવી ખાતે પાંચ વર્ષનો ઓમ મનોજ બાગલ પરિવારે મગાવેલી તાવની ગોળી લેવા ગુરુવારે બપોરે બહાર નીકળ્યા પછી પાછો આવ્યો નહીં. પોલીસ ફરિયાદ નોંધાતાં તુરંત ચક્રો ગતિમાન કરીને બાળકની પાડોશમાં રહેતા 11મા ધોરણમાં ભણતા સગીર વિદ્યાર્થીની સંડોવણી બહાર આવી હતી.

પિતા ખર્ચ કરેલા પૈસા વિશે પૂછશે એવો ડર લાગતાં પૈસા ભેગા કરવા આરોપીએ પાડોશમાં પાંચ વર્ષના ભૂલકાની હત્યા કરીને તેના કાનની સોનાની બુટ્ટી ચોરી લીધી હતી, જ્યારે લાશ એક ખાડામાં ફેંકી દીધી હતી. લાશનો નિકાલ કઈ રીતે કરવો તે જાણવા આરોપીએ રાતભર ક્રાઈમ પેટ્રોલ સિરિયલ જોઈ. સગીર ગુનેગારને 302 ગુનામાં કેટલી સજા થઈ શકે તેનો પણ અભ્યાસ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.શુક્રવારે સવારે 7 વાગ્યે ઓમની લાશ ઘરની નજીકaમાં જ મળી આવી હતી. નાયલોનની દોરીથી તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને કાનની બુટ્ટી ગાયબ હોવાનું જણાયું હતું. પોલીસે પાડોશમાં બે સગીર શકમંદને કબજામાં લઈને પૂછપરછ કરતાં આરોપીએ ગુનો કબૂલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...