તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:બેલગામ પાલિકાની 36 બેઠક જીતીને ભાજપની એકહથ્થુ સત્તા

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહારાષ્ટ્ર એકીકરણ સમિતિને પછડાટ આપી ભાજપે કમળ ખીલવ્યું

બેલગામ મહાપાલિકાની ચૂંટણીનાં પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યાં, જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. એકહથ્થુ સત્તા મેળવીને ભાજપે કમળ ખીલવ્યું છે. ભાજપને 36 બેઠક પરથી જીત મળી છે.આ ચૂંટણી માટે ભાજપ સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઊતર્યો હતો. જોરદાર પ્રચાર કર્યો હતો. કોંગ્રેસે 10, અપક્ષ 8, મહારાષ્ટ્ર એકીકરણ સમિતિએ 4 અને એમઆઈએમને 1 બેઠક મળી છે.

ભાજપે બહુમતી મેળવીને સત્તા કબજામાં કરી છે, જ્યારે મહારાષ્ટ્ર એકીકરણ સમિતિને આંચકાજનક પરાભવ સહન કરવો પડ્યો છે. કુલ 58 બેઠક માટે મતદાન પાર પડ્યું. 385 ઉમેદવાર ચૂંટણીમાં ઊભા હતા. મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ મારફત અધિકૃત 21 ઉમેદવાર ઊભા હતા. ભાજપના 55, કોંગ્રેસ 45, જેડીએસ 11, આમ આદમી પાર્ટી 37, એઆઈએમઆઈએમ 7, અન્ય બે અને 217 અપક્ષ ઉમેદવાર મેદાનમાં હતા.

શિવસેનાનું સપનું ધૂળધાણી
મહારાષ્ટ્ર સાથે કર્ણાટક અને સીમા પર બેલગામ આવેલું હોવાથી આ બંને રાજ્યનું ચૂંટણી પર ધ્યાન હતું. તેમાં વળી મહારાષ્ટ્ર એકીકરણ સમિતિનો ભગવો જ લહેરાવીને રહીશું એવો દાવો શિવસેનાના સાંસદ સંજય રાઉતે કર્યો હતો. જોકે તેમનું આ સપનું ચૂર થયું છે. આ પરિણામ પછી ભાજપના વિધાનસભ્ય રામ સાતપુતેએ જણાવ્યું કે બેલગામમાં જઈને ભાજપ વિરુદ્ધ બડબડ કરનારા રાઉતની શિવસેનાને બેલગામની જનતાએ કાત્રજનો ઘાટ બતાવ્યો છે. જનતાએ શિવસેનાના નકામા પ્રાંતવાદને ઠુકરાનીને રાષ્ટ્રવાદને જીત અપાવી છે. જય શ્રીરામ...

આઠ વર્ષ પછી ચૂંટણી
આ મહાપાલિકાની ચૂંટણી આઠ વર્ષ પછી યોજાઈ હતી. આ પૂર્વે 2013માં ચૂંટણી યોજાઈ હતી. 2018માં મુદત પૂરી થયા પછી ખોટી રીતે વોર્ડની રચના કરવાથી વિવાદ કોર્ટમાં પહોંચ્યો હતો. દરમિયાન કર્ણાટક સરકારે ઉતાવળમાં આ ચૂંટણી જાહેર કરી. બેલગામ મહાપાલિકા સ્થાપના થઈ ત્યારથી મહારાષ્ટ્ર એકીકરણ સમિતિનું વર્ચસ હતું. જોકે આ નિર્વિવાદ વર્ચસને ભાજપે તોડી નાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...