તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પશ્ચિમ બંગાળમાં આંચકાને લઈ BJPના મિશન મહારાષ્ટ્રને સુરંગ

મુંબઈ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પરિણામો પછી મહારાષ્ટ્રમાં સત્તાંતર થશે એવો દાવો કરાયો હતો

દેશભરમાં પાંચ રાજ્યની વિધાનસભાનાં ચૂંટણી પરિણામો સ્પષ્ટ થઈ ગયાં છે. આમ છતાં સૌની મીટ પશ્ચિમ બંગાળનાં પરિણામો પર હતી. જોકે પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો આંચકો લાગ્યો હોઈ તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો છે. આથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળમાં સત્તાંતર બાબતે જે ચર્ચા ચાલતી હતી તેને બંગાળનાં આંચકાને લીધે સુરંગ લાગ્યું છે. હવે ભાજપનું મિશન મહારાષ્ટ્ર પડી ભાંગશે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.2 મે સુધી થોભો, પશ્ચિમ બંગાળમાં પરિણામો પછી મહારાષ્ટ્રમાં પણ સત્તાંતર થઈ શકે છે એવી શક્યતા અમુક ભાજપી નેતાઓએ વ્યક્ત કરી હતી.

જોકે બંગાળનાં પરિણામોમાં ભાજપે ધારેલાં પરિણામો નહીં મળતાં ભાજપના મિશન મહારાષ્ટ્રને સુરંગ લાગી ગયું છે. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે દાવો કર્યો હતો કે 2 મે સુધી રાહ જુઓ. પશ્ચિમ બંગાળનાં પરિણામો પછી મહારાષ્ટ્રમાં પણ સત્તાંતર થશે.અગાઉ મીરા ભાયંદર મહાપાલિકાના એક કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ભાજપ સૌથી મોટો પક્ષ છે. છતાં આ પક્ષ વિરોધી પક્ષમાં છે. આ લોકશાહીની મજાક છે. જોકે અમે પાસાં પલટી નાખીશું, સીડી વિના પાસું પલટી નાખીશું. અમે પલટેલું પાસું બહુ મોટું હશે, એવો દાવો ફડણવીસે કર્યો હતો.

પવાર – અમિત શાહની મુલાકાત
માર્ચ મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રવાદીના પ્રમુખ શરદ પવારની ગુજરાતના અમદાવાદ ખાતે મુલાકાત થઈ હતી એવી માહિતી બહાર આવી હતી. આ મુલાકાત પછી બંગાળની ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં સત્તાંતર થવાની ચર્ચા રંગાઈ હતી. રાષ્ટ્રવાદી અને ભાજપ એકત્ર આવીને સત્તા સ્થાપન કરશે, એવો દાવો કરાયો હતો. તેની પર આગે આગે દેખો હોતા હૈ ક્યા એવી મોઘન પણ સૂચક પ્રતિક્રિયા રામ શિંદેએ આપી હતી.
દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપને મોટો વિજય મળવાની અપેક્ષા હતી.

જોકે ભાજપને નિરાશા મળી છે. બંગાળમાં સત્તા હસ્તગત કર્યા પછી મહારાષ્ટ્રમાં સત્તાંતર ઘડવાનો ભાજપનો પ્લાન હતો. જોકે બંગાળમાં સપનું સાકાર નહીં થતાં ભાજપના મિશન મહારાષ્ટ્રને સુરંગ લાગશે એવાં ચિહન છે. રાજકીય નિરીક્ષકો જોકે સત્તાંતરનો દાવો ફગાવી રહ્યા છે. કોરોનાની પરિસ્થિતિ તેની પાછળ કારણભૂત હોવાનું તેમનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો