તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાપાલિકામાં પક્ષોનું બળાબળ:ચૂંટણીમાં શિવસેનાને સત્તા પરથી ઉતારવા માટે BJPનો ગેમ પ્લાન

મુંબઇ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર: નારાયણ રાણે - Divya Bhaskar
તસવીર: નારાયણ રાણે
  • રાણે અને કૃપાશંકર થકી કોંકણી- ઉત્તર ભારતીય મતોને આકર્ષશે

105 વિધાનસભ્ય ચૂંટી લાવવા છતાં ભાજપ પાસેથી શિવસેનાએ રાષ્ટ્રવાદી- કોંગ્રેસનો સાથ લઈને સત્તા છીનવી લીધા પછી પ્રતિષ્ઠાના જંગ સમાન મહાપાલિકાની સત્તા યેનકેન પ્રકારણે શિવસેના પાસેથી છીનવી લેવા ભાજપે જોરદાર તૈયારીઓ શરૂ કરી છે.

દેખીતી રીતે જ શિવસેના સત્તા જાળવી રાખવા કમર કસશે, જ્યારે કોંગ્રેસે સ્વબળે લડવાનો નારો આપ્યો છે અને રાષ્ટ્રવાદીનું હજુ કશું નક્કી નથી. જોકે આ ત્રણેય પક્ષોએ પણ જોરદાર તૈયારીઓ શરૂ કરી છે. એક નાના રાજ્ય જેટલું બજેટ ધરાવતી મહાપાલિકાની આગામી વર્ષે આવી રહેલી ચૂંટણી 2024ની વિધાનસભાનું ટ્રેલર બની રહેશે એવું પણ માનવામાં આવે છે.ભાજપે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી નારાયણ રાણેને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપ્યું અને કોંગ્રેસના ભૂતપૂર્વ મજબૂત નેતા કૃપાશંકર સિંહને પક્ષમાં પ્રવેશ આપીને આગામી ચૂંટણીઓની તૈયારી શરૂ કરી હોવાનો સંકેત આપ્યા છે. રાણે થકી ભાજપ શિવસેનાને અંકુશમાં રાખીને કોંકણી મતો રીઝવવા માગે છે, જ્યારે કૃપાશંકર થકી ઉત્તર ભારતીયોના મતો મેળવવા માગે છે.

મહાપાલિકામાં પક્ષોનું બળાબળ
2017ની ચૂંટણી પછી પક્ષપલટો સહિતનાં કારણોને લઈ થયેલા ફેરફાર બાદ હાલમાં શિવસેના પાસે 97 નગરસેવક છે, જ્યારે ભાજપના 82, કોંગ્રેસના31, રાષ્ટ્રવાદીના 9, મનસેનો 1, સમાજવાદી પાર્ટીના 6, એમઆઈએમના 2 અને અન્ય 6 છે. શિવસેના સૌથી મોટો પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો, પરંતુ ભાજપની બેઠકો 31થી 82 પર પહોંચી ગઈ હતી. આમ છતાં કોઈ પક્ષને બહુમતી મળી નહોતી. આ પછી ભાજપ- શિવસેનાએ સત્તા સ્થાપી હતી. જોકે ગત વિધાનસભાની ચૂંટણી પછી યુતિ તૂટી જતાં શિવસેના અને ભાજપ એકબીજાને પછડાટ આપવા માટે કોઈ કસર બાકી રાખવા માગતા નથી.

અન્ય સમાચારો પણ છે...