તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોષણા:OBC અનામત માટે 26 જૂને ભાજપનો રાજ્યમાં ચક્કાજામ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનામત નહીં મળે ત્યાં સુધી રાજ્યમાં કોઈ ચૂંટણી નહીં થવા દઈએઃ પંકજા

ઓબીસીનો ઈમ્પિરિકલ ડેટા તૈયાર કર્યા વિના રાજ્યમાં ચૂંટણી યોજાવા નહીં દેવાશે, એમ કહીને ઓબીસીનું અનામત જતું કરીને આ સરકારે ઓબીસીના ભવિષ્યને અંધારામાં મૂકી દીધું છે. આ સામે આગામી 26 જૂનના રોજ આખા મહારાષ્ટ્રમાં ચક્કાજામ આંદોલન કરવામાં આવશે, એવી ઘોષણા ભાજપનાં નેતા પંકજા મુંડેએ કરી હતી.

વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાન સાગર ખાતે શુક્રવારે ઓબીસી નેતાઓની બેઠક પાર પડી હતી. આશરે ત્રણ કલાક સુધી બેઠક ચાલી હતી.આ પછી પંકજા મુંડેએ પત્રકાર પરિષદ લઈને આંદોલનની ઘોષણા કરી હતી. મહાવિકાસ આઘાડીની ભૂલને લીધે ઓબીસીનું અનામત જતું રહ્યું. રાજ્ય સરકારે ઓબીસીનું રાજકારણ ખતમ કર્યું છે. આથી જ આ સરકારને પાઠ ભણાવવા અમે આગામી 26 જૂનના રોજ ચક્કાજામ આંદોલન કરીશું, એમ મુંડેએ જણાવ્યું હતું.રાજ્ય સરકાર નૌટંકી કરી રહી છે. દિશાભૂલ કરવાનો પ્રયાસ ચાલુ છે. ઈમ્પિરિકલ ડેટાનો અને કેન્દ્રનો કોઈ સંબંધ નથી. રાજ્ય સરકારે આ મામલો હાથ ધરવો જોઈએ, એમ કહીને જ્યાં સુધી ઓબીસીને અનામત નહીં મળે ત્યાં સુધી રાજ્યમાં કોઈ પણ ચૂંટણી નહીં થવા દઈએ એવો નિર્ણય બેઠકમાં થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

અમે ઓબીસીના હક માટે કોઈ કસર બાકી રાખવા માગતા નથી. પક્ષ અને રાજકારણનો સંબંધ જ આવતો નથી. જોકે 26 જૂને ચક્કાજામ આંદોલન હોવાથી હું પણ તેમાં સામેલ થઈશ. આથી મદદ અને પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારે બોલાવેલી ચિંતન બેઠકમાં જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, એમ તેમણે જણાવ્યું હતું.

1000 સ્થળે આંદોલન
26 જૂને ઓબીસીના અનામત માટે અમે આંદોલન કરવાના છીએ. રાજ્યનાં 1000 સ્થળ પર આ આંદોલન થશે. સરકાર પાસેથી ઓબીસીની દિશાભૂત થઈ રહી હોઈ તેનો વિરોધ આ સમયે કરવામાં આવશે, એમ ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું. અનામત આપવું તે સરકારના હાથમાં હોવા છતાં સરકારમાંના લોકો જ મોરચો શા માટે કાઢવા માગે છે એવો પ્રશ્ન પણ તેમણે મંત્રી છગન ભુજબળે ઓબીસી માટે આંદોલનની ઘોષણાની ટીકા કરતાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...